- રાજ્યમાં હાલ ગરમીમાં કોઈ રાહત નહીં
- 3 દિવસ ગરમીનો પારો રહેશે યથાવત
- અમદાવાદમાં તાપમાન 42.08 ડિગ્રી
રાજ્યમાં હાલ ગરમીમાં કોઈ રાહત નહીં. જેમાં રાજ્યમાં હવામાન વિભાગની આગાહી છે. તેમાં 3 દિવસ ગરમીનો પારો યથાવત રહેશે. જેમાં અમદાવાદમાં તાપમાન 42.08 ડિગ્રી છે. તેમાં બે દિવસ અમદાવાદમાં યલો એલર્ટ રહેશે. તથા પવનોની દિશા બદલાતા ગરમીનું જોર વધી રહ્યું છે.
રાજ્યમનાં ગરમીથી કોઈ રાહત મળશે નહી
ઉલ્લેખનીય છે હાલ રાજ્યમનાં ગરમીથી કોઈ રાહત મળશે નહી. જેમાં રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે 3 દિવસ ગરમીનો પારો યથાવત રહેશે. તેમજ 42.08 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયુ છે. તથા બે દિવસ અમદાવાદમાં યલો એલર્ટ રહેશે. તેમજ પવનોની દિશા બદલાતા ગરમીનું જોર વધી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી આજે પણ યથાવત્ રહી હતી. આજે 42.8 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું.
અસહ્ય બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે
રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીની સાથે સાથે અસહ્ય બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાન પણ 40 ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. આજે અમદાવાદમાં પારો 43 ડિગ્રીની નજીક પહોંચી ગયો હોવાથી બપોરે અગનગોળા વરસી રહ્યાં હોય તેવો અહેસાસ થયો હતો. ગુજરાતનું તાપમાન મોટાભાગે ડ્રાય રહેશે અને તાપમાનમાં મોટો ફેરફાર થશે નહિ.
અમદાવાદ, ગાંધીનગરમાં પારો 41થી 42 ડિગ્રી જવાની સંભાવના
અમદાવાદ, ગાંધીનગરમાં પારો 41થી 42 ડિગ્રી જવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ માટે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે. 24 મે બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો નોંધાશે.