- હવામાન વિભાગે ચોમાસા મુદ્દે કરી સત્તાવાર જાહેરાત
- ગુજરાતમાં ચોમાસું સામાન્ય અથવા સામાન્યથી ઓછું રહેશે
- મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ચોમાસું સામાન્ય રહેશે
ગુજરાતમાં ચોમાસાને લઈ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જેમાં હવામાન વિભાગે ચોમાસા મુદ્દે સત્તાવાર જાહેરાત કરી છે. તેમાં ગુજરાતમાં ચોમાસું સામાન્ય અથવા સામાન્યથી ઓછું રહેશે. તેમજ મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ચોમાસું સામાન્ય રહેશે.
હવામાન વિભાગે ચોમાસા મુદ્દે કરી સત્તાવાર જાહેરાત
મધ્ય ભારત, ઓડીસા, મહારાષ્ટ્રમાં ચોમાસું સામાન્ય રહેશે. તેમજ જૂન મહિનામાં પણ વરસાદ સામાન્ય રહેવાની સંભાવના છે. IMD દ્વારા ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં મધ્ય ભારતમાં ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન છે. તેમજ મધ્ય ભારતમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડીસા, મહારાષ્ટ્રમાં સામાન્ય ચોમાસુ રહેવાની સંભાવના છે. ગુજરાતમાં ચોમાસુ સામાન્ય અથવા સામાન્યથી ઓછો રહેવાની શક્યતાઓ છે.
અલનીનોની અસર ઓગસ્ટ મહિનામાં પડે તેવું અનુમાન
જૂન મહિનામાં પણ વરસાદ સામાન્ય રહેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અલનીનોની અસર ઓગસ્ટ મહિનામાં પડે તેવું અનુમાન છે. ગુજરાત સહિત દેશમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઇને જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાને ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને ગુજરાતમાં ઉનાળા દરમિયાન માવઠાને લીધે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આવામાં ખેડૂતો ચોમાસાથી મીટ માંડીને બેઠા હતા. પરંતુ ગુજરાતમાં મધ્યમ અથવા સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.