- વાવાઝોડું ગુજરાત પરથી પસાર થઈ પાકિસ્તાન તરફ ફંટાશે
- 10 જૂને ગુજરાતમાંથી વાવાઝોડું પસાર થશે
- 12થી 14 જૂન ગુજરાતમાં રહેશે વરસાદ
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ છે. જેમાં રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે. તેમાં વાવાઝોડું ગુજરાત પરથી પસાર થઈ પાકિસ્તાન તરફ ફંટાશે. તેમજ 10 જૂને ગુજરાતમાંથી વાવાઝોડું પસાર થશે. તથા 12થી 14 જૂન ગુજરાતમાં વરસાદ રહેશે.
વરસાદી ટર્ફને લીધે કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે
વરસાદી ટર્ફને લીધે કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી છે. તેમજ પાટણ, મહેસાણા, મોડાસા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 7 જૂને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા તે વાવાઝોડામાં પરિવર્તિત થશે. જેની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગિરી હોવાની શક્યતા છે. અત્યારની સ્થિતિ જોતા આ વાવાઝોડું 10 જૂનની આસપાસ ગુજરાતના દરિયા કિનારાની નજીક હોઈ શકે છે. જે 12 થી 14 જૂન દરમિયાન પોરબંદર અને નલિયાના કાંઠે ટકરાઈ શકે છે.
વાવાઝોડાની દિશા ફંટાય તો તે પાકિસ્તાનના કરાંચી તરફ જશે
આ વાવાઝોડાની અસરના પગલે 13 જૂને સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે વરસાદની શક્યતા છે. જો વાવાઝોડાની દિશા ફંટાય તો તે પાકિસ્તાનના કરાંચી તરફ જઈ શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કાંઠે 50 થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે જખૌ, માંડવી, મુન્દ્રા, ઓખા, વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ભાવનગરના માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.