- પોરબંદરથી 830 કિમી દૂર છે વાવાઝોડુ
- બે દિવસ 35થી 45 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
- બે દિવસ બાદ 50થી 60 પ્રતિ કલાકે પવન ફૂંકાશે
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં વાવાઝોડુ પોરબંદરથી 830 કિમી દૂર છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તથા બે દિવસ 35થી 45 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
બે દિવસ બાદ 50થી 60 પ્રતિ કલાકે પવન ફૂંકાશે
બે દિવસ બાદ 50થી 60 પ્રતિ કલાકે પવન ફૂંકાશે. તેમજ પાંચમા દિવસે 70 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તથા ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી છે. તેમાં આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. તેથી આવતીકાલથી દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે. તથા કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડશે. અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી
ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. હાલ વાવાઝોડુ પોરબંદરથી 830 km દૂર છે. તેમજ બિપોરજોય વાવાઝોડુ ઉત્તરથી ઉત્તર પશ્ચિમ દિશા તરફ 6 km/hના ઝડપે આગળ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને સુરત તંત્ર એલર્ટ પર છે. જેમાં સુવાલી અને ડુમસ બીચ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. તથા દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. તેમજ બિપોરજોય વાવાઝોડાની આશંકાએ અધિકારી-કર્મચારીઓને હેડકવાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે. અને તમામ કર્મચારીઓને રજા રદ કરી હાજર રહેવા સૂચના આપી છે.