- 2033 સુધીમાં સૌથી મોટી સરકારી ભરતીઓની પરીક્ષા લેવાશે
- 10 વર્ષના ભરતી કેલેન્ડરને રાજ્ય સરકારની મંજૂરી
- સપ્ટેમ્બરમાં ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે
ગુજરાતના બેરોજગાર યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 2033 સુધીમાં સૌથી મોટી સરકારી ભરતીઓની પરીક્ષા લેવાશે. તેમાં 10 વર્ષના ભરતી કેલેન્ડરને રાજ્ય સરકારની મંજૂરી મળી છે. જેમાં સપ્ટેમ્બરમાં ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે.
જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં ખાલી જગ્યા મુદ્દે બેઠક થશે
સામાન્ય વહીવટ વિભાગ અને નાણા વિભાગની બેઠકમાં ચર્ચા થઇ છે. તેમજ જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં ખાલી જગ્યા મુદ્દે બેઠક થશે. તથઆ સામાન્ય વહીવટ વિભાગ અને નાણા વિભાગ દ્વારા બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. જેમાં જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં જે તે વિભાગની ખાલી જગ્યા સંદર્ભે બેઠકો યોજાશે. રાજ્ય સરકાર દ્વારા ગત 10 વર્ષના ભરતી કેલેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેમાં હવે આગામી 10 વર્ષ એટલે 2033 સુધીના ભરતી કેલેન્ડરમાં અત્યાર સુધીની સૌથી મોટી સરકારી ભરતીઓની પરીક્ષા યોજાશે.
વર્ષમાં અલગ-અલગ મહિનામાં પરીક્ષાનું આયોજન
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષના મે મહિનામાં કુલ 12 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં નાયબ નિયામક, કાયદા અધિક્ષક, ટેકનિકલ ઓફિસર સહિતની અનેક ભરતી યોજાનાર છે. ત્યારે જૂન 2023માં કુલ 15 અલગ-અલગ જગ્યાઓ પર પરીક્ષા લેવામાં આવશે. જ્યારે જુલાઈ મહિનામાં 19 જેટલી જગ્યાઓ પર પરીક્ષા લેવાશે.
ઓગષ્ટથી ડિસેમ્બર સુધી પણ પરીક્ષા લેવામાં આવશે
ઓગષ્ટ મહિનામાં 6 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે. સપ્ટેમ્બર મહિનામાં 14 જેટલી અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે. ઓક્ટોમ્બરમાં પણ 14 જેટલી પરીક્ષા લેવામાં આવશે. ત્યારે નવેમ્બર મહિનામાં કુલ 7 જેટલી પરીક્ષાઓનું આયોજન GPSC દ્વારા લેવામાં આવનાર છે. વધુમાં ડિસેમ્બર મહિનામાં પણ 13 જેટલી પરીક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવનાર છે.