- ગ્રાસરૂટ સાથે જોડાણ બનાવવાનું કામ કરીશું
- મધ્યપ્રદેશમાં 2018માં કરેલો પ્રયોગ સફળ રહ્યો હતો
- ગુજરાતમાં કોંગ્રેસ માટે મોટો પડકાર છેઃ બાબરિયા
2024 ની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે જેમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદ પર શક્તિસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ દિપક બાબરિયાને દિલ્હી અને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ પડકાર અંગે તેમણે કહ્યું કે, કોંગ્રેસ સામે બંને રાજ્યોની જવાબદારી તેમના માટે ખૂબ મોટી ચેલેન્જ છે.
આ ઉપરાંત કોંગ્રેસ નેતા દિપક બાબરિયાએ જણાવ્યું કે, ગ્રાસરૂટ સાથે જોડાણ બનાવવાનું કામ કરીશું અને સંગઠન મજબૂત કરવાની કામગીરી કરવાની રહેશે. જેમ મધ્યપ્રદેશમાં 2018માં કરેલો પ્રયોગ સફળ રહ્યો હતો તેને જ આગળ વધારીશું અને વધુમાં વધુ જીત મળી શકે તે દિશામાં કામ કરીશું.
ગુજરાત કોંગ્રેસ અંગે વાત કરતાં બાબરિયાએ કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ માટે મોટો પડકાર છે પણ તેની સામે લડીને જીતીશું. ગુજરાતમાં નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એકલા નથી, અમે તેમની સાથે. તેમજ બધા સાથે મળીને ગુજરાતમાં કોંગ્રેસને મજબુત કરીશું તેજ એક માત્ર પ્રયત્ન છે.
જ્યારે કાર્યકર્તાઓ અને નેતાઓ અંગે વાત કરતાં દિપક બાબરિયાએ કહ્યું કે, કોંગ્રેસના આગેવાનો મારું – તારું નહીં, પાર્ટીનું વિચારે તેથી જ બધા સરળતાથી આગળ જઈ શકીશું. કોંગ્રેસની મુળભૂત નીતિઓ સાથે આગળ વધે છે. રાહુલ ગાંધી જેવું નેતૃત્વ છે તેની સાથે તાલ મિલાવે તો જીત મેળવવી મુશ્કેલ નથી.