- વાવાઝોડુ દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે
- પોરબંદરથી હાલ 1130 કિમી દૂર છે વાવાઝોડુ
- દરિયાઈ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યુ
ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો યથાવત છે. આગામી 24 કલાકમાં વાવાઝોડુ તીવ્ર બનશે. તેમજ વાવાઝોડુ દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. જેમાં વાવાઝોડુ પોરબંદરથી હાલ 1130 કિમી દૂર છે.
24 કલાકમાં વાવાઝોડુ વધુ જોર પકડી ગુજરાત તરફ આગળ વધશે
વાવાઝોડાની ઝડપ વધીને 140 કિમી થવાની શક્યતા છે. તેથી દરિયાઈ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. તથા માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સૂચના છે. તેમાં ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. આગામી 24 કલાકમાં વાવાઝોડુ વધુ જોર પકડી ગુજરાત તરફ આગળ વધશે. બિપરજોય વાવાઝોડું રાજ્યના દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. 11 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડુ ટકરાય તેવા સંકેત છે.
વાવાઝોડાની ગતિ 140 કિમી થાય તેવા સંકેત
11 જૂન સુધીમાં વાવાઝોડાની ગતિ 140 કિમી થાય તેવા સંકેત છે. દરિયા કિનારા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 11 જૂને ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થશે. ગુજરાતનાં દરિયા કિનારાનાં ગામોને થોડી અસર થવાની સંભાવનાં છે. જેમાં ઉના, વેરાવળ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. 12 જૂનનાં રોજ પાકિસ્તાનમાં વાવાઝોડું ટકરાઈ શકે છે.