- મહારાષ્ટ્રમાંથી દારૂ ખરીદી ગુજરાતમાં ઘુસાડનારાના નિવેદનથી કેસો
- મહારાષ્ટ્ર રિટેલ લિકર વેન્ડર્સ એસોસિયેશનની અરજી પર સાત જુલાઈએ સુનાવણી
- પોલીસ વાઈન શોપ માલિકોને હેરાન કરે છે
ગુજરાત પોલીસ દ્વારા દારૂબંધીના કેસમાં ખોટી ફ્સાવીને હેરાન કરે છે, તેવા આક્ષેપ સાથે મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર સહિતના વિવિધ જિલ્લાઓના વાઈન શોપના (દારૂની દુકાનના) માલિકોના સંગઠન ધ એસોસિએશન ઓફ્ પ્રોગ્રેસિવ રિટેલ લિકર વેન્ડર્સે (એપીઆરએલવી) ગુજરાત હાઈકોર્ટમાં અરજી ફઈલ કરી છે. આ અરજીમાં ગુજરાત સરકાર, રાજ્યના ડીજીપી, અમદાવાદ, સુરત, રાજકોટના પોલીસ કમિશનરને પક્ષકાર બનાવાયેલા છે. અરજદારની માગ છે કે પોલીસ દ્વારા થતી હેરાનગતિને રોકવામાં આવે. આ કેસની સુનાવણી સાત જુલાઈએ હાથ ધરાશે. આ અરજી પર સમયના અભાવે સુનાવણી થઈ શકી ન હતી.
અરજીમાં અરજદારની રજૂઆત છે કે ગુજરાતમાં દારૂની ગેરકાયદેસર હેરાફ્રી કરવાના કેસમાં પકડાયેલા લોકોના નિવેદનને આધાર બનાવીને ગુજરાતની પોલીસ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત મુંબઈ, થાણે, પાલઘર સહિતના વિવિધ જિલ્લામાં લાયસન્સવાળી વાઈન શોપ ધરાવનારા માલિકો અને દુકાનદારો સામે ખોટી રીતે કેસ કરીને ફ્સાવાય છે. આ લોકો સામે મલીન ઈરાદા સાથે પગલા લેવામાં આવે છે. આ સ્થિતિના લીધે દુકાનદારો પોલીસના મનસ્વી વલણનો ભોગ બની રહ્યા છે. ગુજરાત પોલીસે પકડેલા લોકોએ દારૂ મહારાષ્ટ્રમાં સ્થિત આ લિકર શોપના માલિકોની દુકાનમાંથી ખરીદેલો છે.ગુજરાત પોલીસ દ્વારા કોઈપણ તપાસ વગર સીધા જ દુકાન માલિકોની ધરપકડ કરે છે. પોલીસ વાઈન શોપ માલિકોને હેરાન કરે છે.