- કોર્સમાં પ્રવેશ માટે અરજીઓ પણ આવી હોવાનું જાણવા મળ્યું
- ડોક્ટર ઓફ લીટરેચર પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી હતી
- ઉચ્ચકક્ષાનો હોવા અંગેના દાવા કરવામાં આવ્યાં હતા
ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ-2021માં ડી.લીટ એટલે કે, ડોક્ટર ઓફ લીટરેચર પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત જ નહી આ કોર્સમાં પ્રવેશ માટે અરજીઓ પણ આવી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ બે વર્ષ પહેલા જાહેર કરાયેલ આ કોર્સ હજુ સુધી શરૂ જ થયો નથી. મહત્વની વાત એ છે કે, યુનિ. સત્તાધીશો દ્વારા આ પ્રોગ્રામ પીએચડી કરતાં પણ ઉચ્ચકક્ષાનો હોવા અંગેના દાવા કરવામાં આવ્યાં હતા.
યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી અન્ય જાહેરાતોની ડી.લીટ એટલે કે ડોકટર ઓફ્ લીટરેચર પ્રોગ્રામનું પણ બાળમરણ થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. સૂત્રો કહે છે જૂન 2021માં કોઇપણ યુનિવર્સિટીમાં ન ચાલતો હોય તેવો ડી.લીટનો પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી. પીએચડી કરતાં પણ ઉચ્ચકક્ષાના આ પ્રોગ્રામ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવી હતી. જેમાં પીએચડી કરી ચુકેલા 25થી વધારે પ્રોફેસરોએ અરજીઓ પણ કરી દીધી હતી. ડી.લીટ પ્રોગ્રામ અંતર્ગત ડોક્ટરેટ ઓફ્ લીટરેચર, ડોક્ટરેટ ઓફ્ લૉ અને ડોક્ટરેટ ઓફ્ સાયન્સ, ડીલીટ, ડીએલએલ અને ડીએસસી જેવી પીએચડી કરતાં પણ સર્વોચ્ચ ગણતી ડિગ્રી એનાયત કરવાનું નક્કી કરાયુ હતુ. બે વર્ષ પછી આવેલી અરજીઓ ધૂળ ખાતી પડી રહી છે.