- 30મી મેના રોજ ફાઇનલ ક્વીઝ લાઇવ રમશે
- 1 હજાર વિદ્યાર્થીઓમાંથી 850 ગુજરાતના
- વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરાશે
ભારતની સૌથી મોટી STEM ક્વિઝમાં દેશભરમાંથી નોંધાયેલ 5.45 લાખ વિદ્યાર્થીઓમાંથી 1 હજાર વિદ્યાર્થીઓ અમદાવાદના સાયન્સ સીટી ખાતે ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0ની 30મી મેના રોજ સાયન્સ સીટી ખાતે યોજાનાર ફાઇનલમાં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરવામાં આવશે.
30મી મેના રોજ ફાઇનલ ક્વીઝ લાઇવ રમશે
સૌથી મોટી ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0ની 30મી મેના રોજ સાયન્સ સીટી ખાતે યોજાનાર ફાઇનલમાં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. ઋષિકેશ પટેલ આ ક્વીઝની ફાઇનલ પ્રત્યક્ષ રીતે નિહાળીને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ પણ એનાયત કરશે. દેશભરમાંથી નોંધાયેલ 5.45 લાખ વિદ્યાર્થીઓ પૈકીના 1000 વિદ્યાર્થીઓ આવતીકાલે સાયન્સ સીટી ખાતે આ ક્વીઝ લાઇવ રમશે. જેમાં ક્વીઝના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરવામાં આવશે. નોંધનીય છેકે, ઓક્ટોબર 2022માં શરૂ થયેલ ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0: નવી પેઢીની નવી સફરની રજીસ્ટ્રેશન પ્રક્રિયામા અત્યારસુધીમાં 5,45,764 લાખ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાં તાલુકા સ્તરે, જિલ્લા સ્તરે રાજ્ય સ્તરની રમતના આયોજન બાદ 30મી મેના રોજ રાષ્ટ્રીય સ્તરની ફાઇનલ ક્વીઝ અમદાવાદ ખાતે રમાશે.
વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરાશે
30,મેના રોજ ભાગ લેનારા 1 હજાર વિદ્યાર્થીઓમાંથી 850 જેટલા ગુજરાતના અને 150 જેટલા વિદ્યાર્થીઓ અન્ય રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના છે. વિજેતા વિદ્યાર્થીઓને કુલ 2 કરોડથી વધુની રકમના ઇનામોમાં લેપટોપ, ટેબ્લેટ, ડ્રોન કીટ, માઇક્રોસ્કોપ જેવા ઉપયોગી ઉપકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં વિદ્યાર્થીઓને બૂટ કેમ્પ તથા દેશની અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ જેવી કે ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO), ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલેપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO), નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) અને ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત કરાવવામાં આવશે.