Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

ચાવંડ-લાઠી-અમરેલી-ધારી-કોડીનાર રોડ પર પસાર થતાં ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ પરથી પસાર થવું….

ચાવંડ-લાઠી-અમરેલી-ધારી-કોડીનાર રોડ પર પસાર થતાં ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ પરથી પસાર થવું….


ધર્મેશ વાળા દ્વારા:(માહિતી કચેરી અમરેલી)

ચાવંડ-લાઠી-અમરેલી-ધારી-કોડીનાર રોડ પર ૩૪/૪ થી ૩૪/૬૦૦ કિ.મી. વચ્ચે આવેલ હાઈ લેવલ બ્રીજની બાજુમાં આવેલ સબમર્શિબલ બ્રિજ પરથી પસાર થતાં ભારે વાહનોએ આ મુજબ વૈકલ્પિક રૂટ અથવા અન્ય વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનું રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી,અમરેલી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) હેઠળ વૈકલ્પિક રૂટ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ચાવંડ-લાઠી-અમરેલી-ધારી-કોડિનાર રોડ પર ૩૪/૪ થી ૩૪/૬૦૦ કિ.મી. વચ્ચે આવેલા હાઈલેવલ બ્રીજની બાજુમાં આવેલા સબમર્શિબલ બ્રિજ પર પસાર થતાં ભારે વાહનો પુલની સાઈડમાં આવેલ હાઈલેવલ બ્રિજ પરથી પસાર થવું. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-૧૦માં માર્ગ અને મકાન વિભાગ,અમરેલી દ્વારા હાઈટ ક્ન્ટ્રોલર કાર્યવાહી કરવામાં આવશે રહેશે. આ જાહેરનામું હાઈટ ક્ન્ટ્રોલર મૂક્યા તારીખથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles