- આઇપીએલ મેચને લઇને ચાર દિવસ સુધી વાહનો માટે પ્રતિબંધ રાખવામાં આવશે
- 26મેના દિવસે ક્વાટર ફાઇનલ અને 28મેના દિવસે ફાઇનલ મેચ રમાનારી છે
- મોટેરા ત્રણ રસ્તા સુધીનો રસ્તો વાહનો માટે બંધ રહેશે
શહેરમાં આઇપીએલ મેચની 26મેના દિવસે ક્વાટર ફાઇનલ અને 28મેના દિવસે ફાઇનલ મેચ રમાનારી છે. તેને લઇને ટ્રાફ્કિની સમસ્યા ન થાય તે માટે ચાર દિવસ સુધી જનપથ ત્રણ રસ્તાથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ સુધી અને કૃપા રેસિડેન્સી ત્રણ રસ્તાથી મોટેરા ત્રણ રસ્તા સુધીનો રસ્તો વાહનો માટે બંધ રહેશે. જ્યારે ટ્રાફ્કિ ન થાય તે માટે વૈકલ્પિક રસ્તાથી વાહનો અવર જવર કરી શકશે.
શહેરમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલ મેચની 26 મેના દિવસે ક્વાટર ફાઇનલ -2 અને 28મેના દિવસે ફાઇનલ મેચ રમાનારી છે. તેને લઇને જનપથ ત્રણ રસ્તાથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ સુધી અને કૃપા રેસિડેન્સી ત્રણ રસ્તાથી મોટેરા ત્રણ રસ્તા સુધીનો માર્ગ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે વૈકલ્પિક રસ્તા તરીકે તપોવન સર્કલથી વિસત ત્રણ રસ્તાથી પ્રબોધરાવળ સર્કલના રસ્તા પરથી લોકો અવરજવર કરી શકશે. તેમજ કૃપા રેસિડેન્સીથી ભાટ કોટેશ્વર થઇને એપોલો સર્કલ સુધીનો રસ્તો ખુલ્લો રહેશે. જ્યારે આ માર્ગો તારીખ 26મેએ બપોરના બે વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી, 27મેએ રાત્રીના 12થી બે વાગ્યા સુધી, 28મેએ બપોરના 2 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી અને 29મેએ રાત્રીના 12 થી 2 વાગ્યા સુધી રસ્તાઓ બંધ રહેશે.