- HCમાં સુનાવણી ચાલુ હોવા છતાં ધાર્મિક સ્થાનો હટાવાઈ રહ્યા છે
- કોર્ટે કાર્યવાહી સામે કોઈ મનાઈ હુકમ નથી આપ્યો : સરકારનો દાવો
- જૂનાગઢ કલેકટરને નોટિસ પાઠવેલી
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાના નવીનીકરણ અને સ્થાનિક નરસિંહ મહેતા તળાવના નવીનીકરણના પ્રોજેકટોના ભાગરૂપે જૂનાગઢ મનપા દ્વારા કિલ્લા ક્ષેત્રમાં આવેલી દરગાહો સહિતના ધાર્મિક સ્થાનકો હટાવવા હાથ ધરેલી કાર્યવાહી સામે થયેલી અરજીમાં સુનાવણી બાદ, હાઈકોર્ટે સ્થાનિક તંત્રને મૌખિક સુચના આપી છે કે હાલ આ વિસ્તારમાંથી ધાર્મિક સ્થાનોને હટાવો નહીં. સુનાવણી દરમિયાન, અરજદારની રજૂઆત હતી કે આ કેસ હાઈકોર્ટમાં પડતર હોવા છતાં સત્તાધીશો દ્વારા ધાર્મિક સ્થાનોને હટાવવાની અને બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ્, સરકારની રજૂઆત હતી કે આ કેસ કોર્ટમાં પડતર છે, પરંતુ કામગીરી કરવા સામે કોર્ટે કોઈપણ પ્રકારનો મનાઈહુકમ આપેલો નથી. જેથી, સત્તાધીશો તેમની કામગીરી આગળ વધારી શકે છે. મહત્વનુ છે કે, આ કેસમાં ભૂતકાળમાં હાઈકોર્ટે રાજયસરકાર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, જૂનાગઢ કલેકટરને નોટિસ પાઠવેલી છે.