- ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી
- દારૂ પીધેલી હાલતમાં સેટેલાઇટના યુવકની ધરપકડ કરાઈ
- દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ
ડ્રાઇવઇન રોડ પર ડ્રિક એન્ડ ડ્રાઇવની ઘટના સામે આવી છે, જેમાં સેટેલાઇટના શખ્સે ગત 4 જૂને ડ્રાઇવઇન રોડ પર દારૂ પીધેલ હાલતમાં પુરઝડપે કાર ચલાવીને અન્ય કાર સાથે અકસ્માત કરતા બંને કાર સળગી ગઇ હતી. જોકે ફયરબ્રિગ્રેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ બૂઝાવી હતી. તેમજ પોલીસને જાણ કરતા પોલીસે કારમાલિકની પૂછપરછ કરતા તે દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સેટેલાઇટમાં રહેતો કૌશિક ઠુમ્મર દારૂ પીને કાર લઈને ડ્રાઇવ ઇન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ચિક્કાર દારૂ પીધેલો હોવાથી સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તેણે સાઇબાબા મંદિર ચાર રસ્તા પાસે અન્ય કાર સાથે અકસ્માત કર્યો હતો. અકસ્માત થતા બંને કાર સળગી ગઈ હતી. આથી આસપાસના લોકોએ ફયરબ્રિગ્રેડને જાણ કરતા ફયરની ટીમે ઘટનાસ્થળે આવીને આગ બૂઝાવી હતી. જે બાદ ફયરબ્રિગ્રેડે પોલીસને આ અંગે જાણ કરતા એ ટ્રાફ્કિ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે બંને કારોના માલિકની પૂછપરછ હાથ કરતા કૌશિક ઠુમ્મર પીઘેલી હાલતમાં હતો. પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં દારૂબંધી હોવા છતાં કેટલાક નબીરાઓ દારૂ પીને કાયદાનો ડર ન હોય તે રીતે બેફામ ડ્રાઇવિંગ કરીને નાગરિકોના જીવને જોખમમાં મૂકે છે.