IMDએ બિપોરજોય વાવાઝોડાને લઈ તસ્વીર જાહેર કરી તેમજ ગુજરાતની દરિયાઈ સીમા પર બિપોરજોયનો ખતરો તથા ઓખા તંત્રની ગંભીર બેદરકારી જેવા મળી તથા અમદાવાદ પાલિકાના ફૂડ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ ચાલુ નાણાકીય વર્ષમાં તેમજ જૂનની બેઠકમાં વ્યાજ દરો સ્થિર રાખવાનો આદેશ જાળવી રાખ્યો ઉપરાંતના મહત્વના સમાચાર પર એક નજર કરીએ.
IMDએ બિપોરજોય વાવાઝોડાને લઈ તસ્વીર જાહેર કરી છે. જેમાં બિપોરજોય વાવાઝોડાને લઈ IMDનું અનુમાન છે કે વાવાઝોડુ ઓમાન તરફ જઇ શકે તેવી શક્યતા છે. તથા વાવાઝોડુ વારંવાર દિશા બદલી રહ્યું છે. તેમજ હાલ ચક્રવાત દરિયામાં સ્થિર છે.
ગુજરાતની દરિયાઈ સીમા પર બિપોરજોયનો ખતરો છે. જેમાં 48 કલાકમાં વાવાઝોડુ વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. તેમજ વાવાઝોડુ ગોવાથી 870 કિમી અને મુંબઈથી 930 કિમી દૂર છે. બિપોરજોય વાવાઝોડુ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે.
ઓખા તંત્રની ગંભીર બેદરકારી જેવા મળી રહી છે. ત્યારે જેટી પર કોઇ પણ પ્રકારની સુરક્ષા રાખવામાં આવી નથી. જેમાં ઓખા જેટી પર યાત્રિકોને લાઇફ જેકેટ વિના જ બોટમાં બેસાડાય છે. તેમજ લોકો જોખમી રીતે હજી પણ બોટમાં મુસાફરી કરી રહ્યાં છે.
અમદાવાદ પાલિકાના ફૂડ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં બિન આરોગ્યપ્રદ ખોરાક વેચતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં 62 હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણી પીણીના એકમોમાં ચેકીંગ કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બિપોરજોય વાવાઝોડાને લઈ ભાવનગરનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સંભવિત રીતે ગુજરાતમાં ત્રાટકનાર બિપરજોય વાવાઝોડાને લઈને ભાવનગર જિલ્લા કલેકટરે એલર્ટ જાહેર કર્યું છે અને સંબંધિત તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા આદેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતની દરિયાઈ સીમા પર બિપોરજોયનો ખતરો છે. જેમાં 48 કલાકમાં વાવાઝોડુ વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. તેમજ વાવાઝોડુ ગોવાથી 870 કિમી અને મુંબઈથી 930 કિમી દૂર છે. બિપોરજોય વાવાઝોડુ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ ચાલુ નાણાકીય વર્ષમાં તેમજ જૂનની બેઠકમાં વ્યાજ દરો સ્થિર રાખવાનો આદેશ જાળવી રાખ્યો હતો. 3 દિવસ સુધી ચાલેલી બેઠકમાં સમિતિએ રેપો રેટમાં ફરીથી વધારો નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આ રીતે રેપો રેટ હજુ પણ 6.50 ટકા જ છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસએ ગુરુવારે MPCની બેઠક બાદ મુખ્ય નિર્ણયો વિશે માહિતી આપી હતી.
BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એશિયા કપ 2023ની યજમાનીને લઈને વિવાદમાં છે. હવે બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે એક નવો વિવાદ શરૂ થયો છે. વાસ્તવમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજમ સેઠીએ ICCને જણાવ્યું હતું કે તેઓ તેમની ODI વર્લ્ડ કપ 2023ની મેચ અમદાવાદમાં નહીં રમે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમવા માટે તૈયાર છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે તેઓ પાકિસ્તાનની મેચ કોલકાતા, ચેન્નાઈ અને બેંગલુરુમાં રમાડવામાં આવે.