- પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી
- તમંચાથી ફયરિંગ કરવા જતા તેના પોતાના પગમાં જ ગોળી વાગી હતી
- દાણીલીમડામાં 38 વર્ષીય ઇમરાનખાન પઠાણ પરિવાર સાથે રહે છે
દાણીલીમડામાં ફયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતા એક શખ્સને પાડોશી સાથે ઝઘડો થતા તેને દેશી તમંચાથી ફયરિંગ કરવા જતા તેના પોતાના પગમાં જ ગોળી વાગી હતી. જે બાદ શખ્સે દેશી તમંચો પોતાના સગીરવયના પુત્રને સંતાડવા આપ્યો હતો. જેથી પોલીસે સગીરના ટુ-વ્હીકલમાંથી દેશી તમંચો ઝડપીને પિતા પુત્ર સામે ગનો નોધીને પિતાની ધરપકડ કરી લીધી હતી. તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને બાળસંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો.
દાણીલીમડામાં 38 વર્ષીય ઇમરાનખાન પઠાણ પરિવાર સાથે રહે છે. જેમાં ગત 27મેના દિવસે તેમને પાડોશી સાથે નજીવી બાબતમાં ઝઘડો થયો હતો. જેથી ઇમરાનખાને ઉશ્કેરાઇને પોતાની દેશી તમંચાથી એક રાઉન્ડ ફયરિંગ કરતા પોતાના પગમાં જ ગોળી વાગી હતી. ઇમરાન ખાને પોતાના ઉપર કોઈ અજાણી વ્યક્તિએ ફયરિંગ કર્યું છે તેવી જાહેરાત કરી હતી જે મામલે પોલીસે તપાસ કરી રહી હતી ઇમરાનખાન એસવીપીમાં સારવાર લઈ રહ્યો હતો તે દરમિયાન પોતાની ચોરી પકડાઈ ના જાય તે માટે તેને પોતાના સગીર વયના પુત્રને વાહનમાં તમંચો લઈ સગવગે કરવા માટે મોકલ્યો હતો બીજી તરફ્ રથયાત્રાનો તહેવાર આવતો હોય ત્યારે પોલીસે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન સેન્ટ્રલ વેરહાઉસ પાસે પોલીસની એક ટીમે ઇમરાન ખાનના પુત્રને વાહન ઉપર આવતો જોઈ તેના વાહનમાં તપાસ કરતા અંદરથી દેશી તમંચો મળી આવ્યો હતો આ બાબતે પોલીસે સગીરના વાલીને બોલાવી પૂછપરછ કરતા સગીરે જણાવ્યું હતું કે તેના પિતા ઈમરાન ખાન હાલમાં એસપીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમણે આ તમંચો સગવગે કરવા માટે મોકલ્યો હતો.આ અંગે દાણીલીમડા પોલીસે પિતા અને પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ઇમરાનખાનની ધરપકડ કરીને તેના સગીરભાઈના પુત્રને જ્યુવેનાઈલ હોમમાં મોકલી કાયદેસરનીકાર્યવાહી હાથ ધરી છે