Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

દીકરીને કેનેડા મોકલતા પહેલાં વિચારજો ! ભારતીય વિદ્યાર્થિનીઓને સેક્સ રેકેટમાં ફસાવવાનું કાવતરું

  • ભણવાનો ખર્ચો કાઢવા મજબૂરીમાં સેક્સવર્કર બન્યા બાદ દલાલો યુવતીઓને બંધક બનાવીને રાખે છે
  • દલાલો એક વર્ષમાં એક જ યુવતીથી બે કરોડ જેટલા કમાય છે
  • જેમાંથી યુવતીઓને કશું મળતું પણ નથી, ટોરન્ટોથી બ્રેમ્પટન સુધી ફેલાયું છે નેટવર્ક

દીકરીઓને કેનેડા ભણવા કે નોકરી કરવા મોકલતા પહેલાં દરેક માતાપિતા વિચારી લેજો. કારણ કે એક હિન્દી અખબારના અહેવાલ પ્રમાણે, કેનેડમાં ચાલતા સેક્સ રેકેટમાં ભારતીય વિદ્યાર્થિનીઓને ફસાવવાનું કાવતરું ચાલી રહ્યું છે. આ દલાલોને સ્થાનિક ભાષામાં ‘પિમ્પ્સ’ કહેવામાં આવે છે. તેઓ અહીં ટોરન્ટો એરિયામાં શૈક્ષણિક કેમ્પસ, બસ સ્ટોપ, કાર્યસ્થળો અને પૂજા સ્થાનો પર પણ મળી શકે છે. જેમની નજર ભારતીય છાત્રો પર રહે છે. જેઓ ભણવાનો ખર્ચો કાઢવા કે મોજશોખ પૂરા કરવા માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય. હાલમાં કેનેડામાં રોજગારીની સમસ્યાઓને કારણે દલાલો સક્રિય થઈ ગયા છે.

કેનેડામાં દલાલો ગ્રેટર ટોરન્ટો એરિયામાં, શૈક્ષણિક કેમ્પસ, બસ સ્ટોપ, કાર્યસ્થળો અને પૂજા સ્થાનો પર પણ છોકરીઓને શોધે છે, જ્યાં અન્ય દેશોમાંથી અભ્યાસ માટે આવેલી છોકરીઓ અભ્યાસ કરે છે. ટોરન્ટોમાં ભારતીય વિદ્યાર્થિનીઓનું સેક્સ ટ્રાફ્િકિંગ ઝડપથી વધી રહ્યું છે. આનું ખરાબ પાસું એ છે કે, આ યુવતીઓનું શોષણ કરનારા પિમ્પ્સ પણ ઈન્ડો-કેનેડિયન સમુદાયના છે. ગયા વર્ષે ઓગસ્ટમાં 18 વર્ષની ભારતીય વિદ્યાર્થિનીને સેક્સ રેકેટમાં ધકેલવા બદલ ત્રણ ઈન્ડો-કેનેડિયન યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો ‘ઓનલાઇન સેક્સ સર્વિસ’ ચલાવતા હતા.

ટોરન્ટોમાં આવી પીડિત વિદ્યાર્થિનીઓને મદદ કરવા માટે એલ્સપેથ હેવર્થ સેન્ટર ચલાવતી સંસ્થાએ જણાવ્યું છે કે, એક દલાલ એક છોકરી પાસેથી વર્ષે સરેરાશ 2.3 લાખ ડોલર કમાય છે. ભારતીય રૂપિયામાં આ રકમ 2 કરોડ રૂપિયા થાય છે. છોકરીને આમાંથી કશું મળતું નથી. તેને માત્ર ભોજન અને રહેવાની જગ્યા આપવામાં આવે છે. હકીકતમાં તે તેમની બંધક બનીને રહી જાય છે. તે કહે છે કે ભારતીય વિદ્યાર્થીનીઓનું વધતું શોષણ અમારા માટે ચિંતાનો વિષય છે. સેક્સ રેકેટમાં ફ્સાવવા માટે માત્ર એક રાત જ કાફી છે. દલાલો પહેલાં જે યુવતીઓને ફ્સાવે છે તેમના પરિવારજનોની સંપૂર્ણ માહિતી લે છે અને પછી તેમને બ્લેકમેલ કરવાનું શરૂ કરે છે. છોકરીઓ પાસે આત્મસમર્પણ સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.

દર મહિને 10થી 12 ભારતીય વિદ્યાર્થિનીઓ ગર્ભપાત કરાવે છે

બ્રેમ્પટનમાં રહેતી એક વૃદ્ધ ઈન્ડો-કેનેડિયન મહિલાના જણાવ્યા અનુસાર, તેની ફેમિલી નર્સે તેને કહ્યું કે, તે દર મહિને 10-12 ભારતીય વિદ્યાર્થિનીઓનો ગર્ભપાત કરાવે છે. પહેલા આવું નહોતું. હવે આ બાબતોમાં ઉછાળો આવ્યો છે. એવું પણ માનવામાં આવે છે કે ઘણી છોકરીઓ જાણીજોઈને પોતાના ખર્ચને પહોંચી વળવા આ ધંધામાં આવી રહી છે.

પશ્ચિમી સંસ્કૃતિથી અજાણ યુવતીઓ સરળતાથી દલાલની જાળમાં ફસાય છે

એલ્સપેથ હેવર્થ સેન્ટર ચલાવતી સંસ્થાના જણાવ્યા અનુસાર, કેનેડા આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી 90 ટકા વિદ્યાર્થિનીઓ છે. તેમાંથી મોટાભાગની પંજાબની પણ છે. મોટા પશ્ચિમી શહેરની સંસ્કૃતિ આ છોકરીઓ માટે સંપૂર્ણપણે અજાણ છે અને તેઓ સરળતાથી દલાલની જાળમાં ફ્સાઈ જાય છે. તેમનું એલ્સપેથ હેવર્થ સેન્ટર આ છોકરીઓને મુક્ત કરવામાં મદદ કરે છે. તેમને કૌશલ્ય વિકાસ માટે તાલીમ આપવામાં આવે છે. આ સાથે, તેઓ સરળતાથી કેનેડામાં $ 600 ની રોજની નોકરીથી આસાનીથી મેળવી શકે છે. તેમનું આ કેન્દ્ર 1992થી કેનેડામાં કાર્યરત છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles