- અમદાવાદમાં આદિવાસી સમાજની મહારેલી નીકળી
- મહારેલી બાદ હવે સિંહ ગર્જના સભાનું આયોજન
- ધર્માંતરિતને અનુ.જાતિની યાદીમાંથી દૂર કરવા માગ
શનિવારે અમદાવાદમાં આદિવાસી સમાજને થતાં અન્યાયો રોકવા માટે રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. આદિવાસીમાંથી ધર્માંતરિત થયા પછી પણ જનજાતિ તરીકે લાભ લેનાર વ્યક્તિઓને અનુસુચિત જનજાતિની યાદીમાંથી દૂર કરાવવા માટે રેલી યોજવામાં આવી હતી.
ખોટી રીતે લાભ લેનારાઓ સામે વિરોધ
જે લોકોએ ધર્માંતરણ કર્યું છે અને તેમછતાં જનજાતિ તરીકેનો લાભ લઈ રહ્યા છે તેની સામે આદિવાસી સમાજ વિરોધ પ્રદર્શિત કરી રહ્યો છે. આ માટે આદિવાસી સમાજના આગેવાનોએ અમદાવાદમાં વાડજ દધીચિ બ્રિજથી વલ્લભ સદન સુધી એક મહારેલી કરી હતી. મહારેલી બાદ સિંહ ગર્જના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વામી પરમાત્માનંદ સ્વામી, સંત પ્રસાદ સ્વામી સહિતના સંતો મહંતો પણ હાજર રહ્યા હતા.