- મહિલા આરોપીઓની જામીન અરજી મેટ્રો કોર્ટે ફ્ગાવી દીધી
- આ કેસમાં અરજદારને જામીન ન આપી શકાય
- અરજદાર સ્પાના ઓઠા હેઠળ કુંટણખાનુ ચલાવતી હતી
નરોડામાં બ્લુ કેલેન્ડર સ્પાના ઓઠા હેઠળ કુટણખાનુ ચલાવવાના આરોપનો સામનો કરતા મહિલા આરોપીઓની જામીન અરજી મેટ્રો કોર્ટે ફ્ગાવી દીધી છે. કોર્ટનુ અવલોકન છે કે, આ સમાજ વિરોધી ગુનો છે, આ કેસમાં અરજદારને જામીન ન આપી શકાય. કેસની વિગત જોઈએ તો, થોડા સમય પહેલા ક્રાઈમ બ્રાંચે નરોડા વિસ્તારમાંથી દેહ વ્યાપારનું કેન્દ્ર પકડી પાડેલુ. આ કેસમાં પોલીસે સ્પાના મહિલા સંચાલક સહિત બે આરોપીઓ સામે ફરીયાદ નોંધી ધરપકડ કરેલી. પોલીસ તપાસમાં બહાર આવેલુ કે, અરજદાર સ્પાના ઓઠા હેઠળ કુંટણખાનુ ચલાવતી હતી. જે ગ્રાહકો પાસેથી રુ.1,000 લેતી હતી અને યુવતીઓને રૂ. 500 આપતી હતી. કેસમાં અરજદારની સંડોવણી છે.