- જેલ બહાર નીકળવાની મંજૂરી આપવી સમાજના હિતમાં નથી : હાઈકોર્ટ
- સુરતની યુવતી સાથેના દુષ્કર્મના કેસમાં કસૂરવાર ઠેરવાતા જેલમાં સજા કાપે છે
- દુષ્કર્મ અને મોટેરા આશ્રામમાં સુરતની યુવતી સાથેના દુષ્કર્મ કેસમાં સજા થયેલી છે
સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં જેલમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈએ ર્ફ્લો માટે કરેલી અરજીને હાઈકોર્ટે ફ્ગાવી દીધી છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે અરજદારના ગુનાહિત ઈતિહાસને જોતા તેને ર્ફ્લો પર જેલ બહાર નીકળવા માટે મંજૂરી આપવી એ સમાજ માટે હિતાવહ નથી. અરજદાર સાથે કોઈપણ પ્રકારની નરમાશ દાખવવી યોગ્ય નથી. જો તેને ર્ફ્લો મળે તો તે ગુનાહિત પ્રવૃત્તિ આચરે નહીં તેને કોઈ ગેરન્ટી નથી. અરજદારના વકીલની રજૂઆત હતી કે તેના માતા-પિતાની તબિયત સારી નથી, તેમની ભાળ લેવાની છે અને આશ્રામના કેટલાક બાકી કામ તેમને પુરા કરવાના છે. જેથી, ર્ફ્લો મંજૂર કરવામાં આવે. તે લાંબા સમયથી જેલમાં છે અને માત્ર એક વાર ર્ફ્લો મળેલા છે. મહત્વનુ છે કે, સુરતની યુવતી સાથેના દુષ્કર્મના કેસમાં ટ્રાયલ કોર્ટે નારાયણ સાંઈને કેદની સજા ફ્ટકારેલી છે અને છેલ્લા નવ વર્ષથી તે જેલમાં સજા કાપી રહ્યો છે. નારાયણ સાંઈના પિતા આસારામને પણ સગીરા સાથેના દુષ્કર્મ અને મોટેરા આશ્રામમાં સુરતની યુવતી સાથેના દુષ્કર્મ કેસમાં સજા થયેલી છે.