- ‘કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા’ AMCના ફૂડ વિભાગના અધિકારીઓ ‘સફાળા જાગ્યા’
- ફૂડ વિભાગના દરોડા વેળા ‘રાજકીય’ ભલામણોઃ રૂ.10,000નો દંડ
- 486 કિલો ખાદ્યચીજોનો નાશ
AMCના ફુડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં હોટલો, રેસ્ટોરેન્ટ, ખાણી પીણીનું વેચાણ કરાતા એકમો પર દરોડા પાડતાં બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી, ગંદકી, બળેલા તેલનું વધુ પ્રમાણ, શુદ્ધ પીવા લાયક પાણીનો અભાવ, સબ સ્ટાન્ડર્ડ ખોરાક મળી આવતાં
13 એકમ સીલ કર્યા છે અને 486 કિલો બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કર્યો છે તેમજ રૂ.10,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ન્યૂ રાયપુર ભજિયા હાઉસ, કર્ણાવતી દાબેલી, ઈટાલીયોઝ પીઝા, રાજેશ અને નાગર દાળવાડા, જય ભવાની છોલે ભટુરે, ક્રિશ્ના ફૂડ સેન્ટર, વગેરે સહિત 13 એકમોને સીલ કરાયા છે. તાજેતરમાં એક જાગૃત નાગરિકે CCRSમાં કરેલી ફરિયાદને પગલે આલ્ફા વન મોલમાં દ્બહ્લઝ્રના આઉટલેટને સીલ કરવાની ફરજ પડી હતી ત્યાં સુધી ‘કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા’ AMCના ફૂડ વિભાગના અધિકારીઓ ‘સફાળા જાગ્યા’ છે અને વિવિધ વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. AMCના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન ગંદકી, બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી, શુદ્ધ પાણીનો અભાવ, વગેરે જોવા મળતાં હોટલ, રેસ્ટોરેન્ટ અને ખાણી પીણી એકમો સામે પગલાં લેવાની કાર્યવાહી ચાલી રહી હતી તે વેળા રાજકીય નેતાઓ અને સ્થાનિક કોર્પોરેટરોએ ફેન કરી અને ભલામણ કરી હોવાનું જાણવા મળે છે. જોકે, કેટલીક જગ્યાએ આ ભલામણોને ધ્યાન પર લેવાઈ ન હતી અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેરમાં આટલા ફૂડ એકમો સીલ કરવામાં આવ્યા
ન્યુ રાયપુર ભજીયા હાઉસ, સારંગપુર દરવાજા, રાજેશ દાળવડા અને નાગર દાળવડા, હાટકેશ્વર સર્કલ, ઈટાલીયોઝ પીઝા, લો ગાર્ડન, જય ભવાની છોલે ભટુરે, નવરંગપુરા, આશાપુરા ભોજનાલય, બાપુનગર, અંબિકા ભાજીપાંઉ, સરસપુર, અર્બુદા ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, નારોલ સર્કલ ઓફ્સિ પાછળ, આંબેશ્વર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ નારોલ કોર્ટ પાસે, ક્રિષ્ના ફૂડ સેન્ટર વિશ્વકર્મા મંદિર, ચાંદલોડિયા, આશાપુરા ભોજનાલય કારગિલ પેટ્રોલ પંપ, બાલાજી ચાઈનીઝ ફૂડ અને કર્ણાવતી દાબેલી સરખેજ ગામ.