સંજીવ જોષી દ્વારા : પરંપરા નું જતન….. આટકોટ ના નવાગામ ખાતે બ્રહ્મર્ષિ સંસ્થાન લોકાર્પણ સમારોહ યોજાયો સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કર્યું લોકાર્પણ…
આટકોટ ના પ્રતાપપૂર નવાગામ ખાતે બ્રહ્મર્ષિ સંસ્થાન દ્વારા સમાજનું સમાજને લોકાર્પણ ભુદેવ ચેરીટેબલ ટ્રષ્ટ સંચાલિત અત્રે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મર્ષિ સંસ્થાન એ ભારતીય સંસ્કૃતિ ની આગવી શિક્ષણની પરંપરા એટલે કે ગુરૂકુળ પરંપરા આપણી ઋષિ પરંપરા જે સ્થાપિત કરેલ જેમને જીવંત રાખવા ભગીરથ કાર્ય ભુદેવ ચેરિટેબલ ટ્રષ્ટ દ્વારા થઈ રહ્યું છે.જેમનો જીવન મંત્ર રહો આપણી સંસ્કૃતિ આપણી ઓળખ આપણું સંસ્કૃત જે જીવંત રાખવા ઋષિ પરંપરા મુજબ યજ્ઞ શાળા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ સહિત અથર્વવેદ સહિતા એવમ વેદના પાઠ વેદની ઋષા થકી વૈદિક શિક્ષણ ના પાઠો ભણાવાશે બ્રહ્મ શિક્ષણ સંસ્કૃત શિક્ષણ તથા આપણા સદગ્રથ ના શિક્ષણ ના નિચોડ સાથે વેદના અભ્યાસુ શાસ્ત્રીઓ દ્વારા શીખવવામાં આવશે સંસ્થાના સ્થાપકો દ્વારા જણાવ્યુ હતુ કે અહીં અભ્યાસ ની કોઈપણ પ્રકારની ફી ચૂકવવી નહીં પડે નિઃશુલ્ક પાઠશાળામાં બાળકો વેદના અભ્યાસુ બનશે. ત્યારે બ્રહ્મર્ષિ સંસ્થાન લોકાર્પણ ના અધ્યક્ષ પંચ અગ્નિ અખાડા સભાપતિ તેમજ ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુકતાનંદબાપુ ચાંપરડા દ્વારા જણાવ્યું હતું કે સંસ્થામાં દરેક ઋષિકુમાર માટે જમવા નો સુપુર્ણ ખર્ચ ચાંપરડા આશ્રમ ઉપાડશે દર મહિના ની ૧૫ તારીખે તે મળી જશે.સંસ્કૃત બચાવવા આવા ભગીરથ કાર્ય કરવા પડશે વિદ્વાનો તૈયાર કરવા સંસ્કૃત પાઠશાળા મહત્વ ની છે.તેઓએ વધુમાં કહ્યું હતું કે આપણે એક ગરીબ બ્રાહ્મણ નહીં એક દાનવીર ,દિલાવર બ્રાહ્મણ ધનવાન બ્રાહ્મણ પણ તૈયાર થવા ની તાતી જરૂર છે.હવે ભભૂતમાં નથી રંગાવું પ્લેનમાં બેસી તમારી સાથે આવું છે.સારી ફોરવ્હીલ માં જ જવું છે દરેક પળ અને સમય જરૂરી છે.એટલે ખાલી વિદ્વાન નહીં સાથે ધનવાન ,દાતા બનો દાનવીર બનો હાલ સરકાર પણ સંસ્કૃત વિશે ખૂબ સજાગ થયું સ્કૂલમાં પણ વેદના પાઠ ભણાવશે પરંતુ સંસ્કૃતિ ને ટકાવવા સંસ્કૃત જરૂરી છે.એટલે ઋષિકુમાર પણ જરૂરી છે.બ્રાહ્મણો એ વેદ ના પાઠ ને ટકાવવા પડશે જે પડેલું છે એ તો ટકાવીએ ગ્રંથ થી મહાન કઈ નથી સનાતનીય બનીએ સંસ્કૃતિ અને રાષ્ટ્ર નું રક્ષણ કરીએ આવી સુંદર ટકોર કરી હતી.આ સાથે જ્યંતિરામબાપૂ ધૂનડા ભુવનેશ્વરી વિદ્યાપીઠ ઘનશ્યામદાસજી મહારાજ તથા રાજુલા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિત ના મહાનુભાવો એ પોતાની આગવી શૈલી સાથે સમજ આપી હતી.
તેમજ સંસ્થાના આધાર સ્થભ એવા રાજુભાઇ રાવલ અમરેલી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી મુકુંદભાઈ મહેતા અમરેલી જીલ્લા યુવા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ સંજીવભાઈ જોશી અમરેલી જીલ્લા યુવા બ્રહ્મ સમાજ મહામંત્રી કનકભાઈ જાની સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખવિજયભાઈ બુજડ દ્વારકા, બ્રહ્મદેવ સમાજના પ્રમુખ મિલનભાઈ શુક્લ બ્રહ્મ સમાજ અગ્રણી વિનુભાઈ ચાંવ અશોકભાઈ ચાંવ તેમજ જયંતીભાઈ ઉપેન્દ્રભાઈ તેરૈયા રાજેશભાઈ શીલુ કેતનભાઇ બોરીસાગર એડવોકેટ ચીમનભાઈ સાંકલીયા હિતેશભાઈ જોશી વડોદરા પરાગભાઈ ત્રિવેદી સાવરકુંડલા ભજનિક કલાકાર નિરંજનભાઇ પંડ્યા,છેલભાઈ જોષી,ધર્મેન્દ્રભાઈ કષ્ટભંજન દેવના પૂજારી ,અજયભાઈ શુક્લ,પ્રભાતભાઈ કોઠીવાળ ,અંશ ભારદ્વાજ,કિરીટસિંહ જયમાતાજી ગ્રૂપ તેમજ પ્રકાશભાઈ મોઢા ગોકુલ હોસ્પિટલ,જગદીશભાઈ આચાર્ય એડવોકેટ,ઉદયનભાઈ ત્રિવેદી એડવોકેટ,કિશોરભાઈ ઓઝા સામાજિક અગ્રણી હેમાંગ વસાવડા મધુરમ હોસ્પિટલ ,કૌશિકભાઈ આચાર્ય એડવોકેટ,આશીષભાઈ ભટ્ટ શાસ્ત્રી તથા ચેતનભાઈ પંચોલી દ્વારા સુંદર આયોજન કરાયું હતું.
ચેતનભાઈ પંચોલીનું અદકેરું સ્વાગત એવમ બ્રહ્મ એવોર્ડ થી નવાજ્યા હતા મુકતાનંદબાપુ એ સંસ્થાને ખૂબ આર્શીવાદ પ્રદાન કર્યા હતા.અહીં લોકાર્પણ કરતા સંતો નજરે પડે છે.આતકે રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા ભાવનગર જિલ્લાના તમામ બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા તસ્વીર બ્રિજેશ વેગડા મોટાદડવા