- ગુજરાત સરકારમાં પ્રિન્સિપલ સેક્રેટરીની દીકરી UPSCમાં સફળ
- હૈદરાબાદમાં અભ્યાસ કર્યા બાદ તરત જ પરીક્ષાની તૈયારી શરૂ
- 6-10 કલાક જેટલું વાંચન સિલેબસના આધારે રહેતું – માનસી
ગુજરાત સરકારમાં પ્રિન્સિપલ સેક્રેટરી આર.સી.મીણાની દીકરીએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. જેમાં માનસી મીણા પહેલી ટ્રાયમાં જ UPSCમાં સફળ થયા છે. માનસી મીણાએ હૈદરાબાદમાં અભ્યાસ કર્યા બાદ તરત જ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી.
6-10 કલાક જેટલું વાંચન સિલેબસના આધારે રહેતું
માનસી મીણાએ જણાવ્યું હતુ કે 6-10 કલાક જેટલું વાંચન સિલેબસના આધારે રહેતું હતું. પિતા આઈએસ હોવાના કારણે આઈએસ બનવાની ઈચ્છા થઈ હતી. પરિવારમાં પિતા બાદ ભાઈ હર્ષિલ પણ કેરાલા કેડરમાં આઈએસ અધિકારી છે. જેમાં માનસી મીણા 738 માં ક્રમે સિલેક્ટ થયા છે.
ગયા વર્ષે ગુજરાતના 6 ઉમેદવાર જ પાસ થયા હતા
ગયા વર્ષે ગુજરાતના 6 ઉમેદવાર જ પાસ થયા હતા અને તેમાં એક પણ મહિલા ઉમેદવાર પાસ થઈ નહોતી. જ્યારે આ વર્ષે બે મહિલા ઉમેદવાર પણ ઝળકી છે. ગુજરાતમાં પ્રથમ સ્થાને અતુલ ત્યાગીએ ઈંગ્લિશ લિટરેચર સાથે દેશમાં 145મો રેન્ક મેળવ્યો છે. ટોપ 500માં ગુજરાતમાંથી 4 ઉમેદવારે સ્થાન મેળવ્યું છે. જેમાં દુષ્યંત ભેડા 262, વિષ્ણુ શશીકુમાર 394 અને ચંદ્રેશ સાખલાએ 414મો રેન્ક મેળવ્યો છે.
2022માં IAS, IPS સહિત 1011 પોસ્ટની ભરતી થઇ
UPSCએ 03 તબક્કામાં સિવિલ સર્વિસીઝ 2022 ઉમેદવારના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લીધા હતા, જેનો ત્રીજો અને અંતિમ તબક્કો 18 મે, 2023ના રોજ પૂરો થયો હતો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા જાહેર કરાયેલી સિવિલ સર્વિસીઝ મેઇન્સ 2022ના પરિણામ મુજબ, સિવિલ સર્વિસીઝ પ્રીલિમિનરી અને મેઈન પરીક્ષામાં લાયકાત ધરાવતા લગભગ 2,529 ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 હેઠળ IAS, IPS સહિત 1011 પોસ્ટની ભરતી કરી છે.