પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન મા યોજાઈ બેઠક ગુજરાત પોલીસ માછીમારો વચ્ચે દરીયામાં થતી સમસ્યાઓનો નિવારણ લાવતી
અમરેલી તથા ભાવનગર પોલીસમે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ અમરેલી અને ભાવનગરના માછીમારો વચ્ચે દરીયામાં થતી સમસ્યાઓનું નિવારણ લાવવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાટ સાહેબ તથા ભાવનગર પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ પટેલ સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વલય વૈધ અને મહુવા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી અંશુલ જૈન નાઓની આગેવાનીમાં પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ખાતે તા.૧૩/૧૨/૨૦૨૪ના રોજ અમરેલી તથા ભાવનગર જિલ્લાના દરીયા કાંઠા વિસ્તારના માછીમારો તેમજ માછીમાર એસોશીયેશન પ્રમુખ તેમજ દરેક સમાજના આગેવાનો તથા પટેલોની મિટીંગ યોજવામાં આવેલ જેમાં બંને જિલ્લાના માછીમારો દ્વારા દરીયામાં માછીમારી કરવા અંગે ઉદ્દભવતા પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને આ મિટીંગના અંતમાં બંને જિલ્લાના માછીમારો દ્વારા આંતરીક સમસ્યાનો નિવારણ ભાઈચારાથી નક્કી કરી નાની બોટના માછીમારોને લાભ આપવા સુખદ નિર્ણય લીધેલ હોય અને આમ પોલીસ પ્રજાનો મિત્ર હોય એ આ મિટીંગ દ્વારા સાર્થક કરવામાં આવેલ છે.આ કામગીરીમાં જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના PI ડી.એસ.ઈશરાણી તથા મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PSI એમ.ડી.ગોહીલ તથા અલંગ મરીન પોલીસ સ્ટેશનના PI એ.ડી. ખાંટ તથા તળાજા પોલીસ સ્ટેશનના PI આર.વી.ગૌર તેમજ પીપાવાવ મરીન પો.સ્ટે.નો પોલીસ સ્ટાફ અને જાફરાબાદ મરીન પો.સ્ટે.નો પોલીસ સ્ટાફ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.