- સાથી કર્મીએ અન્ય શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરાવી હતી
- પતિને નોકરીમાં રાહત, મહિલાને લોભામણી લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું
- રૂ. 7 થી 10 લાખમાં સમાધાન કરી લીધુ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ
મહાનગરપાલિકાના ફયરમેનની પત્ની પર ફયરના એક બાદ એક એમ અધિકારીઓએ સહિત પાંચ કર્મીઓએ દુષ્કર્મ આચર્યુ હતુ. ફયરકર્મી જે જગ્યાએ નોકરી કરતો ત્યાં તેના સાથી કર્મીએ જ અન્ય શહેરના ઉચ્ચ ફયરના અધિકારીઓ સાથે ફયરકર્મીની મુલાકાત કરાવી હતી. જે બાદ ઉચ્ચ ફયર અધિકારીઓ તેના ઘરે આવતા જતા હોવાથી તેની પત્ની સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ ઉચ્ચ ફયર અધિકારીઓએ ફયરકર્મીને નોકરીમાં રાહત આપવાનું કહીને અને પત્નીને પણ લલચાવી ફેસલાવીને જાતીય શોષણ કર્યુ હતુ. આ અંગે ફયરકર્મીએ અન્ય ઉચ્ચ ફયર અધિકારીઓને જાણ કરી તો ફયરકર્મીની અન્ય જગ્યા પર બદલી પણ કરી દેવામાં આવી હતી. તેમજ ઉચ્ચ ફયર અધિકારીઓ દ્વારા સમગ્ર મામલાને દબાવા માટે રૂ. 7 થી 10 લાખ આપીને સમાધાન પણ કરી લીધુ હોવાની ચર્ચા થઈ રહી છે. મહાનગરપાલિકાના એક ફયર સ્ટેશનમાં નોકરી કરતા ફયરકર્મીને થોડા સમય પહેલા પત્ની સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ ફયરકર્મીના સાથી કર્મીએ તેની પત્ની સાથે સમાધાન કરાવડાવ્યુ હતુ. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. આ સાથી ફયરકર્મીએ અન્ય શહેરના ઉચ્ચ ફયરના અધિકારીઓ સાથે તેની મુલાકાત કરાવી હતી. જે બાદ અન્ય શહેરના ઉચ્ચ અઘિકારીઓ કર્મીના ઘરે અવારનવાર આવતા જતા હતા. જેથી ફયરકર્મીની પત્ની સાથે ઉચ્ચ અધિકારીઓની મિત્રતા થઇ હતી. જે બાદ મહિલાના પતિને નોકરીમાં હળવાશ અને મહિલાને પણ લોભામણી લાલચો આપીને એક બાદ એક એમ કુલ પાંચ જેટલા ઉચ્ચ અધિકારીઓ સહિત ફયરના કર્મીઓએ દુષ્કર્મ આચર્યુ હતુ. જો કે સમગ્ર ઘટનાની જાણ ફયર સ્ટેશનમાં માસ્ટરને થતા તેમને પોલીસને બોલાવી હતી. પરંતુ આ મામલે ફયરકર્મીએ કે તેની પત્નીએ કોઇ પોલીસ ફ્રિયાદ કે અરજી કરી ન હતી. જો કે આ મામલામાં અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વચ્ચે રહીને મામલો થાળે પાડયો હતો અને રૂ. 7 થી 10 લાખમાં સમાધાન કરી લીધુ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.