- સુરતમાં 26 અને 27 મેના રોજ બાગેશ્વરનો દરબાર
- ધીરેન્દ્ર શાસ્ત્રીના એક કિમી રોડ-શોની તૈયારી શરૂ
- નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબારનું આયોજન
બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 26મીના રોજ સુરત આવશે. જેમાં 26મીના રોજ ચાર્ટર્ડ પ્લેનથી સુરત આવશે. તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રીની ગ્રાન્ડ એન્ટ્રી કરવામાં આવશે. તથા એક કિમી રોડ-શોની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં આયોજક સમિતિએ રૂપરેખા તૈયાર કરી છે.
નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબારનું આયોજન
તારીખ 26 અને 27 મે 2023ના બાબા સુરત આવી રહ્યા છે. જેમાં લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રાજકોટમાં બાગેશ્વર ધામ સમિતિ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. જેમાં સાંસદ, ધારાસભ્યો, નગરસેવકો, ઉધોગપતિઓને આમંત્રણ છે. તથા રેસકોર્સમાં કવિ રમેશભાઈ રંગમંચમાં સ્ટેજ બનાવાશે. 1 અને 2 જૂને રાજકોટમાં બાબાનો દરબાર યોજાશે. રાજકોટ બાબા બાગેશ્વર ધામ સમિતિ દ્વારા આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
સાંજે 5થી 10 સુધી બે દિવસ દિવ્ય દરબારનું આયોજન
સુરતમાં દિવ્ય દરબાર સ્થળે 5 સ્ટેજ, 30થી વધુ એલઈડી તેમજ કાર્યક્રમમાં આવનારા લોકો માટે પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી તારીખ 26 અને 27મેના રોજ સુરત પધારશે. સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે સાંજે 5થી 10 સુધી બે દિવસ દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. અંદાજીત 2 લાખથી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાશે. બાબાના આગમન માટે રોડ-શોનું પણ આયોજન કરાયું છે. પાંચ-પાંચ સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી છે. વીવીઆઈપી તેમજ વીઆઈપી સ્ટેજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.