- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રહેશે હાજર
- ગુજરાતમાં બાગેશ્વર બાબાનો દરબાર ચર્ચાનો મુદ્દો બન્યો
- ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ, સુરત, અમદાવાદ આવવાના છે
સુરતમાં બાગેશ્વર બાબાનો દરબાર યોજાશે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે. તથા ભાજપના મોટા નેતાઓ પણ હાજરી આપી શકે છે. ગુજરાતમાં બાગેશ્વર બાબાનો દરબાર ચર્ચાનો મુદ્દો બન્યો છે. તેમજ ગુજરાત બહારથી પણ દરબારમાં લોકો આવી શકે છે.
બાગેશ્વર સરકારનો લોકદરબાર ગુજરાતમાં ભરાવાનો છે
બાગેશ્વર સરકારનો લોકદરબાર ગુજરાતમાં ભરાવાનો છે. સુરતમાં યોજાનાર લોકદરબારમાં ભારજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હાજર રહેશે. દક્ષિણ ગુજરાતના મોટા નેતાઓ લોક દરબારમાં હાજરી આપી શકે છે. દેશભરમાં હિન્દુત્વ યુવા આગેવાન અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ, સુરત, અમદાવાદ આવવાના છે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિશે ખાસ વાત
તમને જણાવી દઈએ કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1996ના રોજ થયો હતો. આ સાથે તેમના પિતાનું નામ રામકૃપાલ ગર્ગ અને માતા સરોજ ગર્ગ છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી શરૂઆતમાં ભગવાન સત્યનારાયણની કથા કરતા હતા અને બાદમાં છતરપુરના ગાડા ગામમાં બાલાજી હનુમાન મંદિર પાસે દિવ્ય દરબાર યોજવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે દરબારમાં ભક્તો અને પ્રશંસકોની ભીડ વધવા લાગી.