Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

બાગેશ્વર બાબા આજથી ગુજરાતમાં, જાણો શું છે 10 દિવસનો કાર્યક્રમ

  • બપોરે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
  • સાંજે વટવામાં શિવપુરાણ કથામાં હાજરી આપશે
  • દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથામાં આપશે હાજરી

હાલ દેશભરમાં સૌથી ચર્ચિત એવા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો આજથી ગુજરાતમાં આવી રહ્યા છે. જ્યાં તેમના રાજ્યના વિવિધ શહેરોમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવશેજેને પગલે તેમના આયોજકો અને ભક્તોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આજે બપોરે ત્રણ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને અહીંથી તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે. જેમાં દરેક શહેરમાં લાખો ભક્તો જોડાઈ શકે છે.

25 મેથી 3 જૂન સુધી તેઓ ગુજરાતના જુદા જુદા શહેરોમાં ફરીને દિવ્ય દરબાર યોજશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમો આજથી યોજાવાના છે. ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં તેમનો સુરક્ષા સ્ટાફ અને વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો આવી શકે છે. આ વચ્ચે લાખોની સંખ્યામાં ભક્તો પણ હાજર રહી શકે છે.

શું છે સમગ્ર કાર્યક્રમ

  • 25 મે અમદાવાદમાં બપોરે 3 વાગ્યે પહોંચશે
  • 3 વાગ્યે વટવામાં ઓશિયા મોલ સામે શિવ મહાપુરાણ કથામાં હાજરી આપશે
  • કથા દરમિયાન ભક્તોને સંબોધનની સાથે આશીર્વાદ પણ આપશે
  • 26 અને 27 મેના રોજ સુરતના લિંબાયતમાં દિવ્ય દરબાર યોજાશે
  • 28 મેના રોજ અમદાવાદના ચાંદખેડા નજીક ઝુંડાલમાં કાર્યક્રમ
  • 29 અને 30 મેના રોજ અમદાવાદના ઘાટલોડિયામાં ચાણક્યપુરીમાં કાર્યક્રમ
  • 1 અને 2 જૂન રાજકોટના રેસકોર્સ મેદાન પર દિવ્ય દરબાર યોજાશે
  • 3 જૂને વડોદરામાં નવલખી મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે

500 ખાનગી બાઉન્સરો સુરક્ષામાં રહેશે

બાગેશ્વર બાબાના નામથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીના આ તમામ કાર્યક્રમો નિઃશુલ્ક યોજાવાના છે. આ માટે મુલાકાતીઓ પાસેથી કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. તેમની સુરક્ષા માટે 500થી વધુ ખાનગી બાઉન્સરો રાખવામાં આવશે, તો 1500થી વધુ સ્વયંસેવકો તેમજ હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ ખડેપગે રહેશે. નોંધનીય છે કે, તાજેતરમાં જ બાગેશ્વર બાબાને Y સિક્યોરિટી આપવામાં આવી છે.

અમદાવાદમાં બન્યું વિશાળ નિવાસ્થાન

અમદાવાદના ચાણક્યપુરી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે રાધિકા સેવા સમિતિ દ્વારા વિશાળ વોટરપ્રૂફ અને ફાયરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં મુખ્ય સ્ટેજ 130×130 ફૂટ પહોળું અને 8 ફૂટ ઊંચું બનશે. આ મુખ્ય સ્ટેજ પર 4 ફૂટની ઊંચાઈએ મહારાજ માટે આસન તૈયાર કરાશે. આ કાર્યક્રમ માટે સમિતિ દ્વારા કાર્યક્રમ સ્થળે 27 અને 28 મેના રોજ સવારે 9 વાગ્યાથી નિ:શુલ્ક પાસનું વિતરણ કરાશે. વધુમાં એક વ્યક્તિને એક જ દિવસનો પાસ અપાશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles