- મીડિયાને હોટલની અંદર પ્રવેશ પર પ્રતિબંધ
- સુરતમાં બાબાનો ખાટુશ્યામ મંદિરનો કાર્યક્રમ રદ્દ
- ધીરેન્દ્ર શાસ્ત્રી સીધા જ ખાનગી હોટલ પહોંચ્યા
સુરતમાં બાબાનો ખાટુશ્યામ મંદિરનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રી સીધા જ ખાનગી હોટલ પહોંચ્યા છે. જેમાં ખાનગી હોટલમાં ઉદ્યોગપતિઓ માટે દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. તથા હોટલમાં બેઠકના નામે દરબારની ચર્ચા થઇ રહી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી સીધા જ ખાનગી હોટલ પહોંચ્યા
મીડિયાને હોટલની અંદર પ્રવેશ પર પ્રતિબંધ છે. કારણ કે અંદર શુ રંધાઇ રહ્યું છે તે પ્રજા સુધી પહોંચી શકે નહિ. તેમજ સામાન્ય ભક્તો હોટલની બહાર જ ઉભા રહ્યા છે. તથા આજે ધીરેન્દ્ર શાસ્ત્રી ખાનગી હોટલ પહોંચ્યા છે. જ્યા 50 ઉદ્યોગપતીને ધીરેન્દ્ર શાસ્ત્રી મળી તેમની સાથે કામની વાત કરશે તેવી ચર્ચા થઇ રહી છે. દિવ્યા દરબાર માત્ર ગરીબો માટે હોવાની વાત છે. તથા ખાનગી હોટલમાં ઉદ્યોગપતિઓ માટે દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મીડિયાને હોટલની અંદર પ્રવેશ પર પ્રતિબંધ
હોટલમાં બેઠકના નામે દરબારની ચર્ચા છે. તેથી મીડિયાને હોટલની અંદર પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જેમાં સામાન્ય ભક્તો હોટલની બહાર જ ઉભા રહી ગયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની શરૂઆત સુરત શહેરથી થઈ હતી. બે દિવસનું રોકાણ કરીને તેમણે સાંજે દિવ્ય દરબારમાં હાજરી આપી હતી. એમની એક ઝલક અને પોતાની સમસ્યાઓના નીરાકરણ માટે લોકો દૂર દૂરથી સુરત પહોંચ્યા હતા. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી ભક્તો દર્શન હેતું આવ્યા હતા. જેમાં આજે ધનીક લોકો વૈભવી હોટલમાં બાબા સાથે હાજર છે.