- ગુજરાતમાં આવી ખુબ આનંદ થયોઃ ધીરેન્દ્ર શાસ્ત્રી
- વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર – પ્રસાર કરવાનો છે : બાબા
- વિશ્વભરમાં સનાતનનો પ્રચાર કરીશું : ધીરેન્દ્ર શાસ્ત્રી
સુરતમાં બાબા બાગેશ્વરની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું છે કે ગુજરાતમાં મને મારો પરિવાર મળ્યો છે. ગુજરાતમાં આવી ખુબ આનંદ થયો છે. તેમાં વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર – પ્રસાર કરવાનો છે. વિશ્વભરમાં સનાતનનો પ્રચાર કરીશું. બાબાએ વિકલાંગ બાળકને આશિર્વાદ આપ્યા છે. જેમાં બાળકના હાથ પગ 10 વર્ષથી ચાલતા નથી. છેલ્લા 10 વર્ષથી માતા-પિતા સારવાર કરાવી રહ્યા છે. જેમાં બાબાએ કહ્યું જલ્દીથી સારો થઈ જશે.
હું કોઈ રાજકીય પાર્ટીમાં નથી, હું બજરંગબલી પાર્ટીથી છું
ગુજરાતમાં મને મારો પરિવાર મળ્યો છે. હું કોઈ રાજકીય પાર્ટીમાં નથી, હું બજરંગબલી પાર્ટીથી છું. હું કોઈ પણ પાર્ટી સાથે નથી તેમ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું છે. થોડીવારમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર સુરતમાં શરૂ થશે. તેથી આયોજકો અને ભક્તોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. સુરતના લિંબાયતમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં બે દિવસનો દરબાર ભરાશે. એટલે કે 26 અને 27 મેના રોજ બે દિવસ આ કાર્યક્રમ સુરતમાં થશે. આ વાતને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આજથી બે દિવસ સુધી આ દરબાર યોજાશે
સુરતમા આજથી બે દિવસ સુધી આ દરબાર યોજાવા જઈ રહ્યો છે. દરેક વસ્તુની પૂરતી સગવડ કરવામાં આવી છે, આ સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે અને આ બંદોબસ્તની વચ્ચે આ દરબાર યોજાવવા જઈ રહ્યો છે. બાબા ધીરેદ્ર શાસ્ત્રી અત્યારે સુરત પહોચી ગયા છે. અને દરબાર પહેલા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ સમગ્ર દરબાર નીલગીરી ગ્રાઉન્ડમાં યોજાશે. મોટી સંખ્યામાં લોકો આ દરબારમાં હાજર રહેવાના છે.
મારું એક જ લક્ષ્ય છે સનાતન ધર્મ
આ વચ્ચે બાબા એ કહ્યું કે મારું એક જ લક્ષ્ય છે સનાતન ધર્મ, હું હંમેશા સનાતન ધર્મની જ વાતો કરીશ. ભારત હિન્દૂ રાષ્ટ્ર તરીકે જાહેર થવું જોઈએ, હું કોઈ પણ પાર્ટીનો પક્ષકાર નથી. હું એક જ પાર્ટીમાં માનુ છુ જે છે હનુમાનજીની પાર્ટી અને આ સિવાય બીજી કોઈ જગ્યા એ હું સંકળાયેલો નથી. અને મારું એક જ લક્ષ્ય છે જે છે સનાતન ધર્મ. સુરત બાદ બાબા બાગેશ્વર અમદાવાદ પાછા ફરશે. અમદાવાદ આવ્યા બાદ આગળનો દરબાર ગાંધીનગરના ઝુંડાલમાં ભરાવવાનો છે. 28 મેના રોજ ઝુંડાલના રાઘવ પાર્ટી પ્લોટમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. ગાંધીનગરમાં દરબાર થશે, તેવું તાજેતરમાં જ નક્કી કરવામાં આવ્યુ છે. જો કે, તેનું પણ આયોજન થઈ ચુક્યું છે.