- બાબા બાગેશ્વર આવતીકાલે આવશે અમદાવાદમાં
- વટવાના રામકથા મેદાનમાં બાબા બાગેશ્વર આપશે હાજરી
- દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથામાં આપશે હાજરી
અમદાવાદમાં બાબા બાગેશ્વર આવતીકાલે આવશે. જેમાં વટવાના રામકથા મેદાનમાં બાબા બાગેશ્વર હાજરી આપશે. તેમાં દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથામાં હાજરી આપશે. તેમજ આવતીકાલે 3 થી 7 વાગ્યા દરમિયાન હાજરી આપશે.
દેવકીનંદન મહારાજને પોતાના મોટા ભાઈ માને છે
બાબા બાગેશ્વર દેવકીનંદન મહારાજને પોતાના મોટા ભાઈ માને છે. જેમાં મોટા ભાઈનું આમંત્રણ મળતા બાબા કથામાં હાજરી આપશે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વર સરકારનો દરબાર યોજાવવાનો છે. 29 અને 30મેએ આયોજીત કાર્યક્રમને લઈ આયોજકોએ પોલીસ વિભાગ પાસે મંજૂરી માગી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા સહિતની વિગતોને લઈ હજી સુધી કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. જેથી પોલીસના અધિકારીઓ અને આયોજકો વચ્ચે આગામી સમયમાં બેઠક મળશે. જેમાં કાર્યક્રમમાં ટ્રાફિક જવાનો, પોલીસ બંદોબસ્ત સહિતની વિગતો ચર્ચાશે. જે બાદ પોલીસ બાબા બાગેશ્વર સરકારના કાર્યક્રમને મંજૂરી આપશે.
શક્તિ મેદાનમાં કોર્પોરેશનની ટીમ દ્વારા સાફ સફાઇ શરૂ કરાઇ
અમદાવાદમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. 29 અને 30 મેના રોજ ચાણક્યપુરીના સેક્ટર 6માં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આયોજકો અને કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શક્તિ મેદાનથી ચાણક્યપુરી સુધી પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આયોજકોની સાથે કોર્પોરેશનની ટીમ પણ તૈયારીમાં જોતરાઈ છે. શક્તિ મેદાનમાં કોર્પોરેશનની ટીમ દ્વારા સાફ સફાઇ શરૂ કરાઇ છે.