- બાબાનો દરબાર ન થાય તે માટે અરજદારની કોર્ટમાં રજૂઆત
- સરકારે કોર્ટમાં આપી દરબાર મુદ્દે બાંહેધરી
- કાયદો વ્યવસ્થા જળવાઈ રહેશે: સરકાર
બાબા બાગેશ્વરનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. જેમાં હાઇકોર્ટમાં બાબા બાગેશ્વરના દરબાર પર રોક લાગવવા અરજી કરવામાં આવી છે. બાબાનો દરબાર ન થાય તે માટે અરજદારની કોર્ટમાં રજૂઆત છે. તેમાં સરકારે કોર્ટમાં દરબાર મુદ્દે બાહેધરી આપી છે.
સરકારે જણાવ્યું છે કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહેશે
સરકારે જણાવ્યું છે કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહેશે. દરબાર થવા દો. તેથી અરજન્ટ સુનાવણીની અરજદારની માંગ કોર્ટે ફગાવી છે. તથા કોર્ટે જણાવ્યું છે કે આવી સુનવણીની તાત્કાલિક જરૂર નથી. બાબા અન્ય સમુદાય વિરુદ્ધ સ્પીચ આપતા હોવાનો અરજીમાં આક્ષેપ થયો હતો. બાગેશ્વર ધામ સરકાર અને બાબા બાગેશ્વરના નામે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી આવતીકાલે અમદાવાદ આવશે. અમદાવાદના વટવામાં ચાલે રહેલી દેવકીનંદન મહારાજની કથામાં હાજરી આપશે. આવતીકાલે બપોરે 3 થી 7 વાગ્યા દરમિયાન બાબા બાગેશ્વર આપશે હાજરી.
કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીનું મોટું નિવેદન
બાબા બાગેશ્વર માટે સાળંગપુર ધામના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં કાર્યક્રમ સફળ બને તેના માટે હનુમાનજીને પ્રાર્થના કરીશ. ધીરેન્દ્ર શાસ્ત્રી અને હું હનુમાન ભક્ત છીએ. કાર્યક્રમને સફળ બનાવવા તમામને જોડાવવા અપીલ. અત્યારે સત્ય સનાતન હિન્દૂ ધર્મનો ડન્કો વાગી રહ્યો છે. ત્યારે બાગેશ્વર ધામથી ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજી મહારાજને લઈને દેશ અને દુનિયામાં નીકળ્યા છે. ત્યારે વિરોધ થાય તેના પર ધ્યાન ન આપી ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપવું જોઈએ. તે કોઈ અંધશ્રદ્ધા નથી ફેલાવતા એવી સ્વામીજીએ જણાવ્યું છે.