- 14 અને 15 જૂને વાવાઝોડું વેરી સિવિયર રહી શકે છે
- 15 જૂન સુધી ભારે વરસાદ પડવાની સંભાવના
- આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે
વાવાઝોડું પ્રચંડ રીતે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દરિયાઈ કાંઠાના અને સૌરાષ્ટ્રના વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડું 15 જૂનના રોજ ટકરાવાનું છે. જોકે તેની અસર આજથી એટલે કે 12 જૂનથી 16 જૂન સુધી રહેવાની છે અને તેની જ અસરને પગલે અમદાવાદ શહેરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાના સંકટ વચ્ચે રાજ્યના કેટલાક સ્થળોએ વરસી શકે છે.
હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. જેમાં અતિભારે વરસાદ 13થી 14 જૂન વચ્ચે થશે. ખાસ કરીને દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારે પવન સાથે વરસાદ રહેશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ચક્રવાતની અસર વર્તાઈ શકે છે. તો સાથે જ સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ રહેશે. તો બીજી તરફ કચ્છના વિસ્તારોમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વહીવટી તંત્રને પણ એલર્ટ રહેવાની સૂચના હવામાન વિભાગે આપી છે.
મહત્વનું છે કે 14 અને 15 જૂનેના રોજ ભારેથી અતિ ભારે વરસાદ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. જેને લઈને અત્યારથી જ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે. સરકાર દ્વારા વાવાઝોડા અંગે તમામ તકેદારી રાખી રહ્યું છે.પરંતુ સંભવિત વાવાઝોડું ગુજરાતમાં ટકરાય તેને લઈને પણ વહીવટી તંત્રથી લઈને અને સરકાર પણ ચિંતિત જોવા મળી રહી છે.
બિપરજોય વાવાઝોડાના ખતરાને ધ્યાને રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એલર્ટ થયું છે. AMCની ટીમે દરિયાઈ વિસ્તારમાં જવા માટે તૈયારી આરંભી દીધી છે. AMCની ફાયર વિભાગની 11 ટીમ રખાઈ સ્ટેન્ડ બાય રખાઈ છે, તો 15 ટીમો અને 100 જેટલો સ્ટાફ પણ સ્ટેન્ડ બાય પર રખાયો છે. 5 લાઈફ સેવિંગ બોટ અને સાધનો સાથે કોર્પોરેશનની ટીમે સંભવિત વાવાઝોડાના ખતરાને ધ્યાને રાખી તમામ તૈયારીઓ કરી લીધી છે.