- બિપોરજોય ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધ્યું
- ખૂબ જ ખતરનાક બની આગળ વધ્યું વાવાઝોડું
- વાવાઝોડુ ઉત્તર-પૂર્વ ઉત્તર દિશામાં આગળ વધ્યું
બિપોરજોય વાવાઝોડાની દિશા બદલાઇ છે. જેમાં બિપોરજોય ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધ્યું છે. તેમાં બિપોરજોય વાવાઝોડુ ઉત્તર-પૂર્વ ઉત્તર દિશામાં આગળ વધ્યું છે. તથા બિપોરજોય અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાયું છે.
વાવાઝોડુ ખૂબ જ ખતરનાક બની આગળ વધી રહ્યું છે
વાવાઝોડુ ખૂબ જ ખતરનાક બની આગળ વધી રહ્યું છે. તેમજ વાવાઝોડાની તિવ્રતામાં પણ વધારો થયો છે. તેમજ વાવાઝોડુ દ્વારકા આસપાસ દરિયામાં સમાઇ જશે તેવા સંકેતો મળી રહ્યાં છે. તથા ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. તેમાં પાંચ દિવસ સુધી ગુજરાતમાં પવન સાથે વરસાદ રહશે. તથા રાજ્યમાં 60 કિમીથી વધુ ઝડપે પવન ફૂંકાશે. એક્સ્ટ્રિમલી સિવિયર સાયક્લૉન બિપોરજોયનો ખતરો રાજ્યમાં વધ્યો છે. તેમજ કચ્છમાં બિપોરજોયનો સૌથી વધારે ખતરો તોળાતો જોવા મળ્યો છે.
કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
નલિયાના દરિયાકાંઠેથી વાવાઝોડુ માત્ર 610 કિમી દૂર છે. જેમાં વાવાઝોડાના ભયને લઈ કચ્છમાં SDRF ની ટીમ તૈનાત છે. માંડવી, જખૌ, કંડલા બંદરે કડક સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યું છે. દરિયાકિનારે બંદર પર બોટ લાંગરી દેવામાં આવી છે. તેજમ ભુજમાં કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. માછીમારોને દરિયામાં ન જવા માટે પ્રશાસનની ચેતવણી છે. કચ્છમાં વાવાઝોડાના ભયને લઈ હવન કરાવાયો છે. તથા માંડવી બીચ પર દુકાનો પણ બંધ કરાવાઈ છે. સાથે જ કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.