ગુજરાતમાં વાવાઝોડા બિપોરજોયના ખતરાને લઈ બંદરો પર 9 નંબરનું સિગ્નલ લાગ્યું તથા બિપોરજોય વાવાઝોડાના કારણે અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના અને વાવાઝોડા બિપોરજોયના ખતરાને લઈ મંત્રીઓને જવાબદારી સોપાઈ ઉપરાંતના મહત્વના સમાચાર પર એક નજર કરીએ.
વધુ વાંચો : વાવાઝોડા બિપોરજોયના ખતરાને લઈ બંદરો પર 9 નંબરનું સિગ્નલ લાગ્યું
ગુજરાતમાં વાવાઝોડા બિપોરજોયના ખતરાને લઈ બંદરો પર 9 નંબરનું સિગ્નલ લાગ્યું છે. જેમાં દ્વારકાના ઓખા અને પોરબંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોયના ખતરાને લઈ બંદરો પર ભયજનક સિગ્નલથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.
વધુ વાંચો : બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસર થશે તો અમદાવાદમાં પણ ભારે વરસાદ પડશે
બિપોરજોય વાવાઝોડાના કારણે અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. સાયક્લોન બિપોરજોયનો ગુજરાત પર ખતરો વધ્યો છે. જેમાં વાવાઝોડુ એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યુ છે. તથા 15 જૂને કચ્છ અને કરાચી વચ્ચે લેન્ડફોલની શક્યતા છે.
વધુ વાંચો : ગુજરાતના 7 જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાનો સૌથી વધારે ખતરો
સાયક્લોન બિપોરજોયનો ગુજરાત પર ખતરો વધતો જાય છે. જેમાં એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યુ છે. તથા 15 જૂને કચ્છ અને કરાચી વચ્ચે લેન્ડફોલની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાને લઈ યલો એલર્ટ છે. ગુજરાતના 7 જિલ્લામાં વાવાઝોડાનો સૌથી વધારે ખતરો છે.
વધુ વાંચો : વાવાઝોડા બિપોરજોયના ખતરાને લઈ આ મંત્રીઓને સોપાઈ જવાબદારી
વાવાઝોડા બિપોરજોયના ખતરાને લઈ મંત્રીઓને જવાબદારી સોપાઈ છે. જેમાં કચ્છની જવાબદારી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને તથા પ્રફુલ પાનસેરિયાને પણ કચ્છ જિલ્લાની જવાબદારી આપવામાં આવી છે. મોરબીમાં કનુ દેસાઈ અને રાજકોટમાં રાઘવજી પટેલને જવાબદારી આપવામાં આવી છે.
વધુ વાંચો : બિપોરજોય વાવાઝોડાની અસર, આજે આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે પડશે વરસાદ
કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તથા રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદમાં ઝાડની નીચે આશરો ન લેવા તંત્રનું સૂચન છે. વાવાઝોડાની દિશા ઉત્તર – ઉત્તર પૂર્વ તરફ છે. બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 350 કિમી દૂર છે. તથા વાવાઝોડુ બિપોરજોય દ્વારકાથી 400 કિમી દૂર છે.
વધુ વાંચો : વારાણસીમાં G-20ની બેઠક, PM મોદીએ કહ્યુ કાશી સુધી પહોંચ્યો વિકાસ
ઉત્તર પ્રદેશના વારાણસીમાં આજે (12 જૂન) જી-20 દેશોના વિકાસ મંત્રીઓની બેઠક યોજાઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધિત કરી અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું. PM મોદીએ કહ્યું, મને ખુશી છે કે G-20નો વિકાસ એજન્ડા કાશી સુધી પણ પહોંચી ગયો છે. વૈશ્વિક દક્ષિણ માટે વિકાસ એ મુખ્ય મુદ્દો છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને પાછળ ન આવવા દેવા એ આપણી સામૂહિક જવાબદારી છે. આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ પાછળ ન રહે. વારાણસીના ચાંદમારીમાં ટ્રેન્ડ ફેસિલિટી સેન્ટરમાં G20ની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં 20 દેશોના મંત્રીઓએ ભાગ લીધો છે. આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિમંડળ. આ બેઠકમાં વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. PM નરેન્દ્ર મોદીએ G20 મીટિંગને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી.
વધુ વાંચો : RSS નેતા ઇન્દ્રેશ કુમાર લવ જેહાદને લઇ ઉકળ્યા, કહ્યુ આવો પ્રેમ હોય?
છેલ્લા કેટલાક દિવસોમાં લવ જેહાદના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ મામલે RSSનું મોટું નિવેદન સામે આવ્યું છે. RSS નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું કે જો તમે તમારા જીવનસાથીથી તમારી ઓળખ છુપાવો છો, તો તે પ્રેમ છે કે છેતરપિંડી? આફતાબે પહેલા શ્રદ્ધાની હત્યા કરી અને પછી દિલ્હીમાં સાક્ષીની હત્યા બાદ ઘણા હિન્દુ સંગઠનો લવ જેહાદનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. બીજી તરફ ઈન્દ્રેશ કુમારે પ્રેમના નામે થયેલી હત્યાની નિંદા કરી છે.
વધુ વાંચો : વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ સામે આવ્યું, જાણો ક્યારે રમાશે ઈન્ડિયા-પાકિસ્તાનની મેચ
વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ICC ટૂંક સમયમાં તેના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજનારી મેચની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારત-પાક મેચ પર વિશ્વભરના ક્રિકેટ ફેન્સની નજર રહેશે. હાલમાં જ બંને દેશો વચ્ચે યોજનારી મેચની તારીખ સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી શકે છે.