- આફત સમયે કમ્યુનિકેશન માટે હેમ રેડિયોનો ઉપયોગ
- વાવાઝોડાને લઈ સેટેલાઈટ મારફતે વાતચીત કરી શકશે
- મોબાઈલ બંધ, નેટવર્ક ન આવે ત્યારે હેમ રેડિયોનો ઉપયોગ
બિપોરજોય વાવાઝોડાની આફત સમયે કમ્યુનિકેશન માટે હેમ રેડિયોનો ઉપયોગ કરવામાં આવશે. વાવાઝોડાને લઈ સેટેલાઈટ મારફતે વાતચીત કરી શકશે. જેમાં મોબાઈલ બંધ, નેટવર્ક ન આવે ત્યારે હેમ રેડિયોનો ઉપયોગ કરવામાં આવશે.
અગાઉ તાઉતે વાવાઝોડા સમયે ઉપયોગ કરાયો હતો
અગાઉ તાઉતે વાવાઝોડા સમયે ઉપયોગ કરાયો હતો. તથા ગાંધીનગર અને રાજકોટમા કંટ્રોલ રુમ બનાવ્યા છે. આપાત કાલ સમયે કોમ્યુનિકેશન માટે હેમ રેડિયોનો ઉપયોગ કરાશે. તથા સેટેલાઈટ મારફતે વાતચીત કરી શકશે. વાવાઝોડા સમયે મોબાઈલ બંધ થાય નેટવર્ક ન આવે ત્યારે આનો ઉપયોગ થાય છે. અગાઉ તાઉતે વખતે ઉપયોગ કરાયો હતો. વોલેન્ટિયરસ તૈયાર કરવામાં આવ્યા છે.
હેમ રેડિયોના માધ્યમે ફક્ત વાતચીત જ નહીં ઇ-મેઇલ થઇ શકે છે
ઉલ્લેખનીય છે કે સુનામી, વાવાઝોડુ, ભૂકંપ કે જળપ્રલય સર્જાય અને ઉપગ્રહ આધારિત સંદેશા વ્યવહાર ઠપ થાય ત્યારે સેટેલાઇટ ફોન કે નેટ કામ આવતા નથી, એ કડવી વાસ્તવિકતા છે. આવા સમયે છેલ્લી એક સદીથી એક શોખ રૂપે સચવાઈ રહેલો હેમ રેડિયો એટલે કે એમેચ્યોર રેડિયો જ માનવજીવન બચાવવા અને રાહત કામગીરી માટે સંકટ સમયની સાંકળ પુરવાર થયો છે. હવે તો હેમ રેડિયોના માધ્યમે ફક્ત વાતચીત જ નહીં ઇ-મેઇલ થઇ શકે છે.
હેમ રેડિયોને સાદી ભાષામાં સમજો
હેમ રેડિયોને સાદી ભાષામાં સમજાવીએ તો આ એક એવું વાયરલેસ ઉપકરણ છે કે, જેના દ્વારા વિશ્વના કોઇ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર નથી. આ માટે માત્ર જરૂરી છે એક ખાસ પ્રકારનો રેડિયો, એન્ટીના અને કારની 12 વોલ્ટની બેટરી. એક દાયકા પહેલા જ્યારે ભયાનક સુનામી ત્રાટક્યું હતું ત્યારે સમગ્ર દેશની હેમ કોમ્યુનિટી ભારે મદદરૂપ બની હતી. ગુજરાતથી પણ એક ટીમ ગઇ હતી, ઉત્તરાખંડમાં જળપ્રલય આવ્યો ત્યારે પણ રાજકોટ ગુજરાતમાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના ભાગરૂપે હેમ રેડિયો ઓપરેટરોની મદદ લેવાઇ હતી. આ હોબી કેટલીક હદે રોમાંચક પૂરવાર થઇ શકે તેનું આ ઉદાહરણ છે. ત્યારે તાઉ-તે વાવાઝોડામાં પણ હેમ રેડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હેમ રેડિયો માટે લાયસન્સ લેવું જરૂરી
હેમ રેડિયોએ એક અનોખી ટેકનોલોજી સંલગ્ન હોબી છે. જેના માટે સરકારના કેટલાક નિયમો છે. આ માટે સંચાર મંત્રાલય વાયરલેસ પ્લાનિંગ અને ર્કોડિનેશન વિંગ દ્વારા એક પરીક્ષા લેવાયા બાદ લાઇસન્સ આપવામાં આવે છે. રાજકોટમાં છેલ્લે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા 47 લોકોને તાલીમ આપવામાં આવી હતી અને જે પૈકીના 42 લોકોએ આ પરીક્ષા પાસ કરી હતી.