- 14 અને 15 જૂને વાવાઝોડુ વેરી સિવિયર રહી શકે છે
- 15 જૂન સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે
- દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે વરસાદ
બિપોરજોયને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે 14 અને 15 જૂને વાવાઝોડુ વેરી સિવિયર રહી શકે છે. તથા કચ્છ, મોરબી અને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડી શકે છે. તેમજ દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે વરસાદ વરસી શકે છે.
15 જૂન સુધી ભારે વરસાદ પડવાની સંભાવના
15 જૂન સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમજ આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે. કચ્છ, દ્વારકા અને જામનગર વધુ વરસાદની શકયતા છે. તથા 15 તારીખે બપોરે કચ્છમાં લેન્ડફોલ થવાની સંભાવના છે. 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ રાજકોટ, પોરબંદર અને મોરબીમાં વરસાદની શકયતા છે. સાથે જ કચ્છ, દ્વારકા અને જામનગર વધુ વરસાદની શકયતા છે.
હવામાન વિભાગે વાવાઝોડા અંગે સ્પેશ્યલ બુલેટિન જાહેર કર્યું
હવામાન વિભાગે વાવાઝોડા અંગે સ્પેશ્યલ બુલેટિન જાહેર કર્યું છે. જેમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ચિંતાજનક સમાચાર છે. તેમાં વાવાઝોડુ 14 જૂને સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠા નજીક પહોંચશે. તથા વાવાઝોડુ કચ્છ અને પાકિસ્તાન વચ્ચે ટકરાવાની સંભાવના છે. સાથે જ 135 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ટકરાવાની સંભાવના છે. તથા સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવવા સૂચના આપવામાં આવી છે.