- બિપોરજોય વાવાઝોડુ વધુ ભયાનક રહેવાની શક્યતા
- માંડવી આસપાસ લેન્ડફોલ થવાની શક્યતા
- વાવાઝોડા દરમિયાન પવન 150 કિમીની ઝડપે ફૂંકાશે
બિપોરજોય વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં બિપોરજોય વાવાઝોડુ વધુ ભયાનક રહેવાની શક્યતા છે. તથા માંડવી આસપાસ લેન્ડફોલ થવાની શક્યતા છે. તેમજ વાવાઝોડા દરમિયાન પવન 150 કિમીની ઝડપે ફૂંકાશે.
દરિયાકિનારાના ભાગોમાં વાવાઝોડાની અસર વધુ થશે
દરિયાકિનારાના ભાગોમાં વાવાઝોડાની અસર વધુ થશે. તેમજ ઉ.ગુજરાતથી દ.ગુજરાત સુધી વાવાઝોડાની અસર થશે. આજથી 2 દિવસ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડુ આવશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. તથા વાવાઝોડામાં માલહાનીની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે. પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં વાવાઝોડુ આવે છે. બંગાળમાં પણ સાઈકલ બનતી હોવાથી વાવાઝોડાની અસર વધશે.
14થી 17 જૂન વાવાઝોડાના કારણે વરસાદ રહેશે
14થી 17 જૂન વાવાઝોડાના કારણે વરસાદ રહેશે. ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને રાજસ્થાનમાં ભારે પવન ફૂંકાશે. દરિયાકિનારાના વિસ્તારો સિવાયના ભાગોમાં પણ અસર દેખાશે. માંડવી આસપાસ લેન્ડફોલ થવાની શક્યતા છે. વાવાઝોડા દરમિયાન પવન 150 કિમીની ઝડપે ફૂંકાશે. સમુદ્રમાં વાવાઝોડુ આવે ત્યારે તેની આસપાસના એક હજાર માઈલમાં તેની અસર થતી હોય છે. તેથી દરિયાકિનારાના ભાગોમાં વાવાઝોડાની અસર વધુ થશે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની અસર થશે.
દરિયાકિનારાના વિસ્તારો સિવાયના ભાગોમાં પણ અસર દેખાશે
14થી 17 સુધી વાવાઝોડાની અસરના કારણે હળવો વરસાદ જોવા મળશે. તથા ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં પણ અસર દેખાશે, ભારે પવનો ફૂંકાશે. દરિયાકિનારાના વિસ્તારો સિવાયના ભાગોમાં પણ અસર દેખાશે. હળવાશથી લેવાની જરૂર નથી.