Tuesday, December 24, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

બિપોરજોય વાવાઝોડુ ભયાનક બન્યુ । ગુજરાતમાં ભારે વરસાદ રહેશે

આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તથા બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ પર અને રાજ્યના મોટા ભાગના દરિયાકાંઠે 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું તેમજ ગુજરાતના 7 જિલ્લામાં વાવાઝોડાનો સૌથી વધારે ખતરો વધી રહ્યો છે ઉપરાંતના મહત્વના સમાચાર પર એક નજર કરીએ.

વધુ વાંચો : બિપોરજોય વાવાઝોડાથી રાજ્યના આ શહેરોમાં પડશે ભારે વરસાદ

આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તથા હાલ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. તેમજ 15 જૂને કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં અતિભારે વરસાદ આવશે. તથા 15 અને 16 જૂને રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે.

વધુ વાંચો : બિપોરજોય વાવાઝોડાએ ચિંતા વધારી, બીજા રાજ્યોથી NDRF ટીમ બોલાવી

બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ પર છે. જેમાં ગુજરાતમાં હાલ NDRFની 15 ટીમ ઉપલબ્ધ છે. જેમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો જોતા ગુજરાતને વધુ 4 NDRFની ટીમ ફાળવાઈ છે. તેમાં પુણેથી NDRFની વધુ ચાર ટીમ ગુજરાતમાં ડિપ્લોય કરાઇ છે.

વધુ વાંચો : વિનાશકારી બિપોરજોય વાવાઝોડુ આગળ વધ્યું, દરિયાકાંઠે 10 નંબરનું સિગ્નલ

રાજ્યના મોટા ભાગના દરિયાકાંઠે 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેમાં 10 નંબર સિગ્નલ અતિભયજનક સિગ્નલ છે. આ સિગ્નલનો અર્થ અતિ ભારે વાવાઝોડુ હવાની ગતિ 120-150 કિમી/કલાક હોય છે.

વધુ વાંચો : રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને લઇ મહત્વના સમાચાર

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યુ છે. બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 310 કિમી દૂર છે. તથા વાવાઝોડુ બિપોરજોય દ્વારકાથી 320 કિમી દૂર છે.

વધુ વાંચો : બિપોરજોય વાવાઝોડાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું, પોરબંદરથી 290 કિમી દૂર

ગુજરાતના 7 જિલ્લામાં વાવાઝોડાનો સૌથી વધારે ખતરો વધી રહ્યો છે. જેમાં દ્વારકાના ઓખા, સલાયા, વાડીનાર બંદર પર 10 નંબરનું સિગ્નલ છે. તથા કચ્છના માંડવી, જામનગર, પોરબંદરના દરિયાકાંઠે પણ 10 નંબરનું સિગ્નલ છે. બિપોરજોયના ખતરાને લઈ બંદરો પર ભયજનક સિગ્નલ લગાવ્યા છે. બિપોરજોય વાવાઝોડાને કારણે દ્વારકા અને ઓખામાં 2500 જેટલા લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રૂપેણ બંદર પ્રાથમિક શાળામાં લોકોને લવાયા છે. તેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પ્રથમ લાવવામાં લાવ્યા છે.

વધુ વાંચો : ભાવનગર: કોટડાના દરિયાકાંઠે તણાઇ આવ્યા ડોલ્ફિન માછલીના બચ્ચા

બિપોરજોય વાવાઝોડું દિવસેને દિવસે વધુને વધુ વિકરાળ બની રહ્યું છે અને હવે આ વાવાઝોડું ભયાનક આફત બનીને ગણતરીના કલાકમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. વાવાઝોડું 15 જુને ગુજરાતની ધરતી પર ટકરાશે ત્યારે તેની આસારો ચોક્કસ ગંભીર થવાની છે પરંતુ આ વાવાઝોડાની ગંભીર અસરો અત્યારથી દેખાવા મળી છે. બિપોરજોય વાવાઝોડું સૌથી વધુ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે અસર કરશે તેમાં પણ કચ્છના જખૌ બંદર તેની સૌથી વધુ અસર જોવા મળશે ત્યારે હાલ ભાવનગર સહત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરો જોવા મળી રહી છે.

વધુ વાંચો : રોજગાર મેળો અમારી સરકારની ઓળખ બની ગયુ: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 70,126 યુવાનોને નિમણૂક પત્રો આપ્યા. આ દરમિયાન રોજગાર મેળા કાર્યક્રમને સંબોધિત કરતા PM મોદીએ કહ્યું કે આજે 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. રોજગાર મેળો એનડીએ-ભાજપ સરકારની નવી ઓળખ બની ગયો છે. ‘રોજગાર મેળા’ દરમિયાન નવી ભરતી કરનારાઓને સંબોધતા PM મોદીએ કહ્યું કે આજે ભારતમાં નિર્ણાયક સરકાર અને રાજકીય સ્થિરતા છે. રાજકીય ભ્રષ્ટાચાર, સરકારી યોજનાઓમાં વિસંગતતાઓ અને જાહેર ભંડોળનો દુરુપયોગ અગાઉની સરકારોના સમાનાર્થી હતા.

વધુ વાંચો : ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસીની અટકાયત, જાણો શું છે કારણ!

ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસીને ચીનની પોલીસે બીજિંગ એરપોર્ટ પર ડિટેન કર્યો છે. અહેવાલ અનુસાર, મેસીને તેના વિઝામાં કેટલીક સમસ્યાના કારણે ડિટેન કરવામાં આવ્યો છે. જોકે, લગભગ 30 મિનિટ પછી આ મુદ્દો ઉકેલાઈ ગયો અને મેસી બહાર નીકળી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મેસી પોલીસ વચ્ચે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles