બીપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે અમરેલી જિલ્લાના દરિયા કાંઠા વિસ્તારોની સમીક્ષા કરવા ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર પીપાવાવ પોર્ટના કિનારે પહોંચ્યા અને સાથે કોસ્ટ ગાર્ડ ઓફિસર,ડીવાયએસપી એચ.બી.વોરા રાજુલાના પ્રાંત ઓફિસર, મામલતદાર, સહિતના અધિકારીઓ સાથે વાત કરી
શિયાળ બેટ, ચાંચ બંદર, વિકટર, પીપાવાવ પોર્ટ સહિતની માહિતીઓ મેળવી હતી દરિયાઈ સુરક્ષા કરતા જવાનોને પોલીસ તંત્રે એલર્ટ રાખીને અસરગ્રસ્ત થવાના ગામડાઓમાં પોલીસ સાથે મેડિકલ ટીમો ખડેપગે વહીવટી તંત્રે રાખી છે ને રાજુલા ના પીપાવાવ પોર્ટ બાદ જાફરાબાદ બંદર પર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નિરીક્ષણ કરવા નીકળ્યા હતા….