- 77 હજાર નક્કી કરીને ડીજેનો પ્રોગ્રામ કરાવી વેપારીએ 57 હજાર ન આપ્યા
- વેપારીએ નજર ચૂકવી મોબાઇલથી ઘરે જાણ કરી
- લોકેશનથી પોલીસે વેપારીને શોધી કાઢયો, બેની ધરપકડ
બોડકદેવ વિસ્તારમાં એક પ્રસંગમાં ડીજેની રકમની લેતી દેતી મામલે બે શખ્સોએ એક યુવકનું અપહરણ કર્યુ હતુ. આટલુ જ નહીં,માત્ર 57 હજાર રૂપિયા માટે બન્ને શખ્સોએ યુવકને ડેકોરેશનના ગોડાઉનમાં ગોંધી રાખ્યો હતો. બન્ને શખ્સોની નજર ચૂકવીને યુવકે મોબાઇલથી અપહરણ અંગેની જાણ તેની માતાને કરી હતી. બાદમાં યુવકને બચાવવા પોલીસે તેની માતાએ જાણ કરી હતી. પોલીસે લોકેશન ટ્રેસ કરીને અપહરણ થયેલ યુવકને બચાવીને બન્ને શખ્સોને ઝડપી પાડયા હતા. આ અંગે યુવકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથધરી છે.
શહેરમાં રહેતો જયરાજ સુરતી તેના પરિવાર સાથે રહીને ડીજેનું સંચાલન કરે છે. થોડો સમય અગાઉ વસ્ત્રાપુરની એક હોટલમાં નીરજ અને ધીરજે એક પ્રોગ્રામને લઇને જયરાજ સાથે 77 હજારની ધંધાકીય ડીલ થઇ હકી. જેમાં જયરાજએ બન્ને આરોપીને 20 હજાર એડવાન્સ આપ્યા હતા. જ્યારે અન્ય રૂપિયા આપવાના બાકી રાખ્યા હતા. પ્રોગામ પૂર્ણ થયા બાદ પેમેન્ટ જયરાજ આપતા ન હતા. જેથી નીરજ અને ધીરજ બન્નેએ ભેગા મળીને જયરાજને ધમકીઓ આપીને શાહઆલમ ખાતેથી ધાક ધમકી આપી બાઇક પર બેસાડી દીધો હતો. બાદમાં બન્ને થલતેજ પાસે બાગબાન પાર્ટી પ્લોટની નજીક એસ.કે. ડેકોરેશનના ગોડાઉનમાં લાવીને જયરાજને ગોંધી રાખ્યો હતો. બન્ને આરોપીઓએ 57 હજાર નહીં આપે તો તને છોડીશું નહીં તેવી ધમકીઓ આપી હતી.