વિસાવદર: (સી. વી. જોશી દ્વારા) : ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના હીપાવડલી ગામે ત્રિવિત કાર્યક્રમ સંપન્ન લટુરિયા હનુમાનજીબાપાનો ૨૬ મો પાટોત્સવ તેમજ પૂ. સંત શ્રી જમનાદાસબાપુની ૧૮ મી નિર્વાણ તિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ તથા નેત્રયજ્ઞ કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું….
ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના હીપાવડલી ગામે
તા.૧૬-૪-૨૩ ના રોજ લટુરિયા હનુમાનજીબાપાનો ૨૬ મો પાટોત્સવ તેમજ પૂ. સંત શ્રી જમનાદાસબાપુની ૧૮ મી નિર્વાણ તિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ તથા નેત્રયજ્ઞ કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તેમાં મહુવા, સાવરકુંડલા, ભાવનગર, જેસર, રાજકોટના ખ્યાતનામ ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી . કેમ્પમાં આવેલ તમામ દર્દીઓની તપાસ કરી જરૂરી દવા આપવામાં આવી. આંખોની તપાસ કરી વિનામૂલ્યે દવા આપવામાં આવેલ. આંખના દર્દીઓના કેસમાં ૬૦ વ્યક્તિઓને રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના આર્થિક સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી બેસાડી ઓપરેશન કરવામાં આવ્યું.
નવકાર બ્લડબેંક મહુવાના સહયોગથી ૫૧ બોટલ રક્ત એકત્રિત કરાયું. ઉપરોક્ત દરેક કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓની બીમાર અંગેની તપાસ કરવામાં આવેલ. સાથોસાથ જરૂરી નિ:શુલ્ક દવાઓ આપવામાં આવેલ.
કેમ્પને સફળ બનાવવા સાવરકુંડલાના યુવા અને ઉત્સાહી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લટુરિયા હનુમાનજી આશ્રમના મહંત પૂ.જસુબાપુ તથા સેવક સમુદાય ભારે જહેમત ઉઠાવી રહ્યા છે .આ કેમ્પમાં પધારેલા તમામ દર્દીઓને આશ્રમ તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.