- ચિત્રકાર મહિલાએ ઓનલાઇન મંગાવ્યો હતો સામાન
- યુવકે અડપલા કરતા બુમાબુમ કરતા લોકો એકઠા થઇ ગયા
- લોકોએ લંપટ ડિલીવરી બોયને પોલીસને હવાલે કર્યો
સુરત શહેરમાં મહિલાની છેડતીની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતી 26 વર્ષે યુવતીએ ઓનલાઈન શોપિંગ એપ ફ્લીપકાર્ટ મારફત ચિત્રકલાનો સામાન મંગાવ્યો હતો. ગત પાંચમીએ સાંજે 6:00 વાગે મંગાવેલ સામાન ની ડિલીવરી કરવા આવેલા વિધર્મી યુવક સુફિયાન પટેલ પાસેથી ડીલેવરી લઈ ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. મોબાઈલથી જે ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું તે બતાવવા માટે યુવતી ફ્લેટની બહાર આવી હતી ત્યારે આ ડીલેવરી બોયે ‘તું ઘણી સુંદર છે’ તેમ કહી શારીરિક અડપલા કર્યા હતા.
છેડતી થતા યુવતીએ બુમાબુમ કરતા ડિલીવરી બોય ભાગ્યો હતો. પરંતુ, એપાર્ટમેન્ટના વોચમેને તેને નીચે પકડી લીધો હતો. કુરિયર બોય દ્વારા છેડતી કરવાની વાતથી રહીશો ભેગા થઈ ગયા હતા અને પહેલા તો તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને ધોલધપાટ કરી હતી બાદમાં પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસને સોંપી દીધો હતો. ઉમરા પોલીસની ફરિયાદના આધારે છેડતીનો ગુનો નોંધી આ કુરિયર બોય યુવકની ધરપકડ કરી હતી. કુરિયર બોય દ્વારા એકલી યુવતીની છેડતીની ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી છે.