- એસજી હાઇવે પરની હોટલ પાસે લઘુશંકા કરતાં મામલો બિચક્યો
- ટેક્સીચાલકની ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છ હોટલ કર્મીઓ વિરૂદ્ધ ફરિયાદ
- મોટેરા સ્ટેડીયમથી મેમનગર ખાતે લઇ જવાની વર્દી મળી હતી
એસજી હાઇવે પર મારૂતિનંદન હોટલમાં એક ટેક્સી ચાલક તેના ગ્રાહકને લઇને પહોંચ્યો હતો. ટેક્સી ચાલકને લઘુશંકા લાગતા તે હોટલની પાસે અવાવરૂ જગ્યાએ ગયો હતો. આ જોઇને હોટલના છ કર્મીઓે તુ કેમ અહીંયા લઘુશંકા વટવામાં રહેતા નિરજદાન મહેન્દ્રસિંહ ગઢવી પોતાની ગાડી ઓલા તેમજ ઉબેરમાં ચલાવીને પરિવારનું ગુજરાન કરે છે. ગઇકાલે રાત્રે 12.30 વાગ્યાની આસપાસ વટવા ખાતે તેમના મિત્ર આર્યન નાયક સાથે હાજર હતા ત્યારે તેમના મોબાઇલ પર આરૂષીબેન નામથી મોટેરા સ્ટેડીયમથી મેમનગર ખાતે લઇ જવાની વર્દી મળી હતી. જેથી નિરજદાન અને તેમનો મિત્ર બન્ને મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચીને આરૂષીબેન અને તેમની સાથે અન્ય એક વ્યકિતને બેસાડીને મેમનગર જવા માટે નિકળ્યા હતા. આ દરમ્યાન આરૂષીબેનને ભૂખ લાગતા તેઓએ એસજી હાઇવે પર આવેલ મારૂતિનંદન હોટલમાં ગાડી લઇ જવા માટે નિરજદાનને કહ્યું હતું. જેથી નિરજદાન ગાડી મેમનગરની જગ્યાએ મારૂતિનંદન હોટલમાં લઇ ગયો હતો. જ્યાં આરૂષિબેન અને તેમની સાથે રહેલ વ્યકિત બન્ને હોટલમાં જવા માટે ગયા હતા ત્યારે પાર્કીંગમાં નિરજદાને કાર પાર્ક કરીને તે અને તેનો મિત્ર બન્ને અંદર બેઠયો હતા. આ દરમ્યાન નિરજદાનને ડાયાબિટીસ હોવાથી લઘુશંકા લાગતા તે મારૂતિનંદન હોટલ પાસે અવાવરૂ જગ્યાએ લઘુશંકા કરતો હતો. ત્યારે હોટલનો એક કર્મી ત્યાં આવીને બીભત્સ શબ્દો બોલીને તુ કેમ અહીંયા પેશાબ કરે છે તેમ કહીને ઝઘડો કર્યો હતો. આટલુ જ નહીં, અન્ય પાંચ કર્મીઓ પણ ત્યાં આવીને નિરજદાન અને તેના મિત્ર આર્યન સાથે મારઝૂડ કરી હતી. આ અંગે નિરજદાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મારૂતિનંદન હોટલનાં છ કર્મીઓ વિરૂદ્ધ ફરીયાદ કરી છે.