- સંબંધો અને રેફરન્સના આધારે ટિકિટોની કિંમત નક્કી કરાઈ
- આઇપીએલ 2023ની સિઝન અંતિમ તબક્કામાં આવી ચૂકી છે
- ફાઇનલની ટિકિટો ગણતરીના કલાકોમાં વેચાઈ ગઈ હતી
આઇપીએલ 2023ની સિઝન અંતિમ તબક્કામાં આવી ચૂકી છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શુક્રવારે ક્વોલિફાયર-2 અને રવિવારે ફાઇનલ મુકાબલો રમાશે. ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ ફાઇનલમાં આવી ચૂકી હોવાના કારણે સ્થાનિક ક્રિકેટ ફેન્સમાં ધોનીનો વધુ એક વખત ક્રેઝ છવાયો છે. ફાઇનલની ટિકિટો ગણતરીના કલાકોમાં વેચાઈ ગઈ હતી અને હાઉસફુલના પાટિયા લાગ્યા હતા. ટિકિટો બ્લેકમાં મળતી હોય તો પણ ખરીદી લેવી તે આશાએ મોટી સંખ્યામાં સમર્થકો ગુરુવારે સ્ટેડિયમ પહોંચ્યા હતા. જોકે આ વખતે નવો ટ્રેન્ડ છવાયો છે. કેટલાક યુવાઓએ મોટી સંખ્યામાં ટિકિટો ખરીદી લીધી છે અને તેઓ સ્ટેડિયમની આસપાસ જઈને બ્લેકમાં ટિકિટો વેચવાના બદલે પોતાના ખાનગી સંપર્કો દ્વારા બ્લેકમાં ટિકિટો વેચતા હતા. ટિકિટોની પ્રાઇઝ પણ પોતાની સાથેના સંબંધો કેવા છે અને કોના રેફરન્સથી આવ્યા છે તેની ઉપર પણ નક્કી કરતા હતા. આૃર્યજનક બાબત એ છે કે, આ યુવાઓમાં ટિકિટોના કાળાબજાર કરીને નવો મોબાઇલ ખરીદવાનો ક્રેઝ ચાલ્યો છે. કેટલાકે પોતાની પાસે ગણતરીની ટિકિટો રાખીને બાકીની વેચી રહ્યા છે.