યુવાસંસ્કૃતિચેરિટેબલ_ટ્રસ્ટ દ્વારાથતી વડીલ યાત્રા તારીખ :- 19/03/2023 ને રવિવાર ના રોજ 60 જેટલાં વડીલો ને અલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી,
યુવા અવસ્થા થી વડીલ અવસ્થા માં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા કરાવા હેતુ સવારે 08:00 કલાકે યાત્રા કાપોદ્રા સિદ્ધકુટિર મંદિર થી પ્રસ્થાન થઈ હતી.
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અંકિત બુટાણી, વિપુલ નસીત,પરેશ ધામેલીયા,ભાવેશ કાકડિયા, કેનીલ લીંબાણી,દિનેશ ધામેલીયા,CA વિપુલ કાપડિયા,સુરેશ ધામેલીયા ના સથવારે યાત્રા સવારે સિદ્ધકુટિર મંદિર, કામરેજ કાળ ભૈરવ મંદિર, અલખધામ,સાંકરી મંદિર થી ફાર્મ હાઉસ સ્થિત જમણવાર બાદ બપોર પછી વડીલો સાથે પારિવારિક સંવેદના કાર્યક્રમ અને ગર્લતેશ્વર મંદિર અને માનવસેવા આશ્રમ ની મુલાકાત કરી રાત્રે 09:00 કલાકે યાત્રા પૂર્ણ કરવામાં આવી,
યાત્રાનું સંપૂર્ણ સૌજન્ય શ્રી અનિલભાઈ દુલાભાઈ ધામેલીયા દ્વારા આપવામાં આવ્યું હતું,
યુવા સંસ્કૃતિ પરીવાર ની વડીલો પ્રત્યેની સેવાના પ્રેરણાદાયક કાર્ય થી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા,
યુવા સંસ્કૃતિ પરિવાર સુરત🚩🚩