- મંદિરના પ્રાંગણમાં મુકાયા 108 કળશ
- કળશમાં જળ ભરીને ભગવાનનો કરાશે જળાભિષેક
- જગન્નાથ મંદિરમાં જળયાત્રા માટે કરાયો શણગાર
ભગવાન જગન્નાથની જળયાત્રાની તૈયારીઓ શરૂ થઇ છે. તેમાં મંદિરના પ્રાંગણમાં 108 કળશ મુકાયા છે. જેમાં 108 કળશમાં જળ ભરીને ભગવાનનો જળાભિષેક કરાશે. તથા ભગવાન જગન્નાથ મંદિરમાં જળયાત્રા માટે શણગાર કરાયો છે.
રથયાત્રા પહેલા જળયાત્રા મહોત્સવની તૈયારીઓ
રથયાત્રા પહેલા જળયાત્રા મહોત્સવની તૈયારીઓ થઇ રહી છે. જેમાં મુખ્યમંત્રી જગન્નાથ મંદિર પહોંચ્યા છે. જેમાં શહેર પ્રમુખ અમિત શાહ અને ભાજપના પૂર્વ નેતા ભૂષણ ભટ્ટ પણ જગન્નાથ મંદિર પહોચ્યા છે. જેમાં મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી દ્વારા તેમની ફૂલોનો હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું છે.
આ વર્ષે ભગવાન કલકતા સ્ટાઇલના વાઘા પહેરીને નગરચર્યાએ નીકળશે
આ વર્ષે ભગવાન કલકતા સ્ટાઇલના વાઘા પહેરીને નગરચર્યાએ નીકળશે. તેમજ નાથની નગરયાત્રાની પહેલાની નાની યાત્રા એટલે “જળયાત્રા ” કહેવાય છે. અમદાવાદમાં રથયાત્રા પહેલા જળયાત્રાની તૈયારી શરૂ થઇ છે. રથયાત્રાની વ્યવસ્થા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટ્રસ્ટીઓ સાથે ચર્ચા થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથજીના દર્શન કર્યા છે. તેમજ મંદિરના મંહત દિલીપદાસજીએ CMનું સન્માન કર્યું છે. તેમજ CMને જગન્નાથજીની તસવીર ભેટ સ્વરુપે અપાઈ છે.
જગન્નાથની 146મી રથયાત્રાની શરૂઆત જળયાત્રાથી થશે
મંદિર મહંત દિલીપદાસજીએ જણાવ્યું છે કે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની શરૂઆત જળયાત્રાથી થશે. 4 જૂને ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળશે. જેમાં નિજમંદિરથી સોમનાથ ભુદરના આરે જળયાત્રા પહોંચશે. તેમાં 108 કળશની સાથે ભજન મંડળી, રાસ મંડળી, અખાડા અને ભક્તો સાથે જળયાત્રા નીકળશે. તેમજ આ વર્ષે મુખ્ય મહેમાન પરમાત્માનંદ મહારાજ છે. તથા ગંગા પૂજનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે.