રાજકોટઃ રાજકોટની ભરાડ શાળા કેન્દ્રમાં ધોરણ 10ના બોર્ડના પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓએ ગણિતની પરીક્ષામાં પૂરક ઉત્તરવહીનો પુરવઠો ઓછો હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો.
વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને વધુ પૂરક ઉત્તરપત્રોની જરૂર હતી પરંતુ વધારાનો સ્ટોક મેળવવા માટે લગભગ 10 મિનિટ રાહ જોવી પડી હતી, જેના પરિણામે કેટલાક વિદ્યાર્થીઓ તેમનું પેપર પૂર્ણ કરી શક્યા ન હતા. શાળાએ બોર્ડના નિયમો મુજબ વધારાનો સમય આપવાનો ઇનકાર કર્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે તેઓ પાંચથી 10 માર્કસના પ્રશ્નોનો પ્રયાસ કરી શકતા નથી. આ કેન્દ્રમાંથી કુલ 270 વિધાર્થીઓ બોર્ડમાં પરીક્ષા આપી રહ્યા છે.
જિલ્લા શિક્ષણ અધિકારી, બીએસ કૈલાએ TOને જણાવ્યું, “મેં ઝોનલ અધિકારી અને શાળાને આ ઘટનામાં રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. આગળની કાર્યવાહી માટે હું સુપરત કરાયેલો રિપોર્ટ બોર્ડને મોકલીશ