જાફરાબાદમાં ધારાસભ્ય ચડ્યા જેસીબી ઉપર અને લહેરાવ્યો જય શ્રી રામ નો ભગવો
જાફરાબાદ નીકળેલી શોભાયાત્રામાં ચારથી પાંચ જેસીબી જોડાયા શોભાયાત્રામાં શોભાયાત્રા ના બકેટને ઊંચું કરી આગેવાનો દ્વારા જય શ્રી રામના નારા લગાવી રામ જન્મોત્સવની ઉજવણી કરી આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય
જાફરાબાદ ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સનાતન હિંદુ ધર્મ દ્વારા રામનવમી ની શોભાયાત્રા નું આયોજન કરવાયું હતું જેમાં રાજુલાના ધારાસભ્ય સહિતના આગેવાનો jcb ની માથે ચડી અને ભગવો લહેરાવતા આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું હતું અને સોશિયલ મીડિયામાં આ બાબતે ધૂમ મચાવી હતી
જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ શહેરમાં નીકળેલી ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં ચારથી પાંચ જેસીબી પણ શોભાયાત્રામાં જોડાયા હતા આ જેસીબીના બકેટ ઊંચું કરી તેની ઉપર ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ સ્થાનિક આગેવાનો માથે ચડી અને ભગવાન જય શ્રી રામના નારા લગાડી અને ધ્વજ ફરકાવ્યો હતો અને એક કિલોમીટર સુધી આ રામનવમી ની શોભાયાત્રામાં jcb આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું હતું જેણે સોશિયલ મીડિયામાં પણ ધૂમ મચાવી હતી
આ બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે જાફરાબાદમાં અનોખી રીતે રામનવમી ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે બધા આગેવાનોને સાથે રાખી જેસીબીમાં ઊંચું કરી અને ભગવાન શ્રીરામના નારા લગાડવાનું યુવાનો દ્વારા જે આયોજન કરાવું તેમાં હું જોડાયો હતો અને અનોખી રીતે રામનવમીની ઉજવણીનો ભાગીદાર બન્યો છું