રાજુલા તાલુકાના ભેરાઇ ગામે CSPC સંસ્થા દ્વારા સમાંન કનેક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ
રાજુલા તાલુકાના ભેરાઇ ગામે આ આયોજન કરાયું હતુ જેમાં સો પ્રથમ ગામના સરપંચ ગાંડાભાઈ રામ,ઉપસરપંચ અને પાણી સમિતિના સભ્યો સહિત ગામના આગેવાનો તેમજ CSPC સંસ્થાનો સ્ટાફ ઈકબાલભાઈ,સુનિલભાઈ, જયદિયભાઇ,સુભમભાઈ દ્વારા કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવેલ અને ત્યારબાદ રથ દ્વારા આખા ગામમાં પાણી ના મહત્વ વિષે રૂબરૂ મળી અને જે લોકોને ત્યાં પદ્ધતિસર નળ કનેકશન લગાવેલ અને તેમના ઘરે સમાંન કનેક્શનનું સ્ટીકર લગાવવામાં આવેલ ત્યારબાદ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં બાળકો સાથે પાણીના મહત્વ વિષે સમજણ આપવામાં આવેલ તેમજ ક્લોરિન મશીનનો ડેમો બતાવેલ અને બાળકોને સ્વચ્છતાની સાપસીડી રમાડવામાં આવેલ ત્યાર બાદ પાર્થમિક શાળામાં જાહેર કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં ગામના સરપંચ અને પાણી સમિતિના સભ્યો ઉપસ્થિત રહેલ અને જે લોકોને પદ્ધતિસર નળ લગાવેલ છે તેમને સન્માનિત કરવામાં આવેલ તેમજ વિડ્યોના માધ્યમ દ્વારા ગામ લોકોને સુદ્ધ પાણીના મહત્વ તેમજ ગામની યોજનાને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે ખાસ પાણી વેરો જે ભેરાઇ ગામમાં ઘરેથી લેવામાં આવે છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય તે જણાવવામાં આવેલ અને ક્લોરિન યુકત પાણી ગામમાં મળી રહે તે માટે ગામમાં કલોરીનેશન મશિન લગાવવામાં આવેલ છે તેના વિશે ચર્ચા કરેલ અને કાર્યક્રમના અંતે ઇકબાલભાઇ દ્વારા ગામ લોકોનો આભાર વ્યક્ત કરેલ